ટંકારીઆમાં ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમભેર ઉજવણી

આજે સમગ્ર દેશ દેશભક્તિના રંગે રંગાઈને ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ટંકારીઆ ગામમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
ગામની ગ્રામ પંચાયત સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર વીર જવાનોને શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામજનો અને આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દેશભક્તિના ગુંજતા નારા અને રાષ્ટ્રગાનથી ટંકારીઆનું વાતાવરણ ગૌરવ અને ઉમંગથી છલકાઈ ઊઠ્યું હતું.
અંતે ઉપસ્થિત સૌને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું તે અને આનંદ તથા રાષ્ટ્રપ્રેમના માહોલ વચ્ચે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું ગૌરવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*