મિત્ર મંડળ ટંકારીઆ દ્વારા નવસારી જિલ્લાના જોગવાડ ગામે પૂરગ્રસ્તોને કીટ વિતરણ કરાઈ

👉​મિત્ર મંડળ ટંકારીઆ એ તા.૪.૮.૨૦૨૬ ના રોજ માંગરોલ તાલુકાના કોસાડી ગામે અને તેની આજુબાજુના ૪ ગામોમાં પૂરગ્રસ્તમાં નુકશાન થયેલ જેવા જરૂરતમંદ નિરાધાર લોકો સુધી ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાત વાળી ૧૦૦ કીટોનું સુંદર રીતે વિતરણ કરેલ….. 👉જેમાં ૪ કીટો ગરીબ આદિવાસી હિન્દુ પરીવારોને આપેલ જે પેટે જમા થયેલ વ્યાજની રકમ અને બાકીની રકમ અબ્દુલભાઈએ લીલ્લાહ આપેલ તેમાંથી ઉમેરવામાં આવેલ હતી….. તેમજ અબ્દુભાઈની લીલ્લાહ રકમમાંથી ૨ કીટો સૈયદ ફેમીલીને આપી, બાકીની તમામ ભેગી થયેલ રકમ (ઝકાત, સદકો અને લીલ્લાહ અને નફીલ સદકો) માંથી ૯૪ કીટો શરીયત મુજબ જે તે મુસ્તહિકો સુધી પહોંચાડેલ છે.. . અલ્લાહ પાક આપની સખાવતને ક્બુલ ફરમાવે. વધુમાં ત્યારબાદ..

👉​આજરોજ તા. ૧૨.૮.૨૦૨૬ ના રોજ મિત્ર મંડળ ટંકારીઆ, ટંકારીઆ ગામજનોની અને એન.આર.આઈ ભાઈ-બહેનોની સખાવતના લઈને, જોગવાડ, જી. નવસારી મુકામે જોગવાડ ગામના જવાબદાર આગેવાનો અને દારૂલ ઉલૂમ જામીઆહના મોહતમીમ સાહેબના મશવેરાથી અને તેઓનાં રેહબરીમાં જોગવાડ ગામના આજુબાજુના ૪ ગામોમાં જે તે હક્કદારો – મુસ્તહિક સુધી શરીયત અનુસાર ઘરવપરાશની અને જરૂરી રાશન સાથેની જીવન જરૂરિયાતવાળી ૬૦ કીટોનું વિતરણ કરેલ છે. જે પેટે દેશ-વિદેશથી મારા ભાઈ-બહેનોએ સખાવત કરેલ છે. એમની સખાવતોને (અરકાનને) અલ્લાહ તઆલા કબુલ મકબુલ ફરમાવે. આમિન… આ રકમ માંથી જે રકમ વધેલ છે તે અસરગ્રસ્ત લોકોમાં રોકડા પેટે વહેંચી આપી છે. આ કીટોમાં ૪૬ કીટો ઝકાત, સદકાની હતી, ૧૪ કીટો લીલ્લાહ અને નફીલ સદકાની હતી. જેનું શરીયત મુજબ ઝકાતના હક્કદારોને વિતરણ કરેલ છે .

👉વધુમાં.. તેમજ યુ.કે. ના એક બહેન તરફથી છેલ્લા દિવસે રૂા.૫૧,૪૩૨/- વ્યાજની રકમ હસ્તે હાજી ગુલામભાઈ માલાતગાર ના હસ્તે આવતા જોગવાડ ગામના જામીઆ દારૂલ ઉલૂમના મોહતમીમ સાહેબ અને ગામ આગેવાનોના મશવેરા મુજબ ફક્ત રાશનની સારામાંની ૧૫ કીટો બજેટ અનુસાર બનાવી … સખાવત કરનારની નિયત અને શરીયત મુજબ ૧૫ ગરીબ – નિરાધાર આદિવાસીઓ કે જેમને નુકશાન થયેલ છે તેવા હિન્દુ પરીવારોને વ્યાજની રકમમાંથી બનાવેલ ફક્ત રાશનની કીટો પહોંચાડી છે અને વ્યાજની વધેલ રકમ રોકડા પેટે આપેલ છે.
​આમ પૂરગ્રસ્ત માટેની તમામ રકમનો સદ્ઉપયોગ કરી આજરોજ હિસાબ ઝીરો કરેલ છે. ફરીવાર બારગાહે ઈલાહીમાં દુઆ છે કે, અલ્લાહ તઆલા આપની સખાવતોને (અરકાનને) કબુલ ફરમાવે, અને આપને દિન-દુનિયાની દોલતથી માલામાલ કરે, આપના ધંધા-રોજગારમાં બરકત અતા ફરમાવે અને તંદુરસ્તી અતા ફરમાવે. તેમજ તમામ મર્હુમોની મગફીરત કરી, એમની તમામ કબરોને જન્નતનો બાગ બનાવે. આમિન…. સુમ્મા આમિન……..

નોંધ:- કીટો વિતરણ કરવાનો મિત્ર મંડળ ટંકારીઆનો આવવા જવાનો અને ઈતર ખર્ચ અમો મિત્ર મંડળે જાતે કરેલ છે જે આપની જાણ માટે….🌳

નીચે પૂરગ્રસ્ત લોકોને પૂર દરમ્યાન થયેલા નુકસાનીના ચિત્રો અને વિડિઓ છે.

મિત્ર મંડળે વહેંચેલી કીટો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*