વરસાદે સમગ્ર ભરૂચ જિલ્લાને ઘમરોરયું

હવામાન ખાતાની આગાહીને પગલે અને દરિયામાં વરસાદી ૫ તીવ્ર ડિપ્રેસન સર્જાતા અને ચોમાસુ સિસ્ટમ પૂર્ણ રીતે સક્રિય થતા આજે મધ્ય રાત્રિથી અવિરત વરસાદ પડતા ટંકારીઆ અને સમગ્ર પંથક પાણી પાણી થઇ જવા પામ્યો છે. ટંકારીઆ ગામેથી ચોતરફ જવાના રસ્તાઓ પણ પાણી ભરાવાથી બંધ થઇ જતા તમામ વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે અને જળબમ્બાકારની સ્થિતિ સર્જાઈ છે. પાદરમાં કેડ કેડ સુધીના પાણી ફરીથી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં ફરીથી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગામનું તળાવ પણ ફરીથી ઓવરફ્લો થતા પાણીનો પ્રવાહ પાદરમાં અવિરત વધતો જ રહ્યો છે. અને આ લખાય છે ત્યારે પણ સામાન્ય વરસાદ ચાલુ હોય હજુ પણ પાદરમાં પાણીનું સ્તર વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. અલ્લાહ રહેમ ફરમાવે…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*