ઉર્સ-એ-મખદૂમ અશરફ જહાંગીર સીમનાનીના અવસરે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ, ટંકારીઆ બ્રાન્ચ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ટંકારીઆ, તા. ૧૪ જુલાઈ:
ઉર્સ-એ-મખદૂમ અશરફ જહાંગીર સીમનાનીના પવિત્ર અવસરે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ, ટંકારીઆ બ્રાન્ચ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને હરિયાળા સમાજના નિર્માણના ઉદ્દેશ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કુમાર શાળા ટંકારીઆ, બ્રાન્ચ કુમાર શાળા ટંકારીઆ, મસ્જિદે સિદ્દીકે અકબર તથા ટંકારીઆ કબ્રસ્તાન ખાતે વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું જતન કરી પર્યાવરણનું સંરક્ષણ કરવાનું આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમમાં ગ્રામ પંચાયત ટંકારીઆના સરપંચ શ્રી મંગુભાઈ વસાવા, પંચાયત સભ્ય શ્રી મુનાફભાઈ જીવા, તાલુકા સભ્ય શ્રીમતી અસ્માબેન મોહસીન ધોડીવાલા, જિલ્લા સભ્ય શ્રીમતી ભાવનાબેન વસાવા, સામાજિક કાર્યકર શ્રી નાસીરભાઈ લોટીયા, બંને શાળાના શિક્ષકગણ, ફારૂક સાહેબ કારી, બિલાલ મેલા, શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ મુસ્તાકભાઇ બાબરિયા, અમીનભાઈ ક્દા, અઝીઝભાઇ ભા, ઈલ્યાસભાઈ ઝંઘારીયા, ઈરફાનભાઈ મેલા તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણમાં સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમના અંતે આયોજકોએ જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર માત્ર પર્યાવરણનું જ સંરક્ષણ કરતું નથી, પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ જીવન આપવાની દિશામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાય અને વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ માટે પ્રેરિત થાય તેવા શુભ આશય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



TANKARIA WEATHER