એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમ.એ.એમ. હાઈસ્કુલ ટંકારીઆ શાળાના બાળકોનો કરાટે ચેમ્પિયનશીપ – ૨૦૨૬ માં વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વડોદરા ખાતે ભવ્ય વિજય…..

એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ એન્ડ એમ.એ. એમ. હાઈસ્કૂલ, ટંકારીયા શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૫-૨૬ માં અત્રેની શાળાના બાળકોનો કરાટે ચેમ્પિયનશીપ – ૨૦૨૬ માં વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વડોદરા ખાતે ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ ને રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અત્રેની શાળાના બાળકોનો ભવ્ય વિજય થયો હતો. જેમાં સહેરી અક્સા એસ. (ગોલ્ડ મેડલ), નવાબ ઝૈદ (ગોલ્ડ મેડલ), પટેલ મહંમદ આર. (ગોલ્ડ મેડલ), પટેલ સૈફાન આર. (ગોલ્ડ મેડલ) સિંધી ઝુરીન રફ. (સિલ્વર મેડલ), પટેલ સના આઈ. (સિલ્વર મેડલ), સયાની તાનિયા એસ. (સિલ્વર મેડલ), પટેલ અહમદ આઈ. (સિલ્વર મેડલ) બાળકોએ ઝળહળતું પરિણામ આવ્યું. શાળાનું તથા ટંકારીઆ ગામનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું. શાળાના પ્રમુખ શ્રી હાજી ઇશાક મહમદ અશરફી તેમજ શાળાના આચાર્યશ્રીએ તમામને કરાટે ચેમ્પિયનશીપની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને જીવનમાં આજ રીતે આગળ વધવાની પ્રેરણા આપી. અને જીવનમા સફળતાના શિખરો સર કરે એવા આશીર્વાદ આપ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*