ટંકારીઆના પ્રવેશદ્વારો પર પ્રકાશની ઝલક; સમુદાયના સહકારથી ગામને મળ્યો ઝગમગાટ.
આજરોજ તારીખ ૦૫/૦૨/૨૦૨૬ ને ગુરુવારે મગરીબની નમાજ બાદ જે નવા ૦૫ હાઈ માસ્ટ લાઈટના ટાવરોનું ઉદ્ઘાટન થયું તેના કારણે ટંકારીઆના દરેક પ્રવેશદ્વારે હવે રાત્રિને પણ દિવસ જેવી રોશની મળી છે. ગામની ચારે બાજુ – પારખેત રોડ પર શબ્બીરભાઇ ભૂતાના ઘર પાસે, અડોલ ચોકડી, આંબાવાડી બસ સ્ટેન્ડ, અશરફશાહ [રહ.] દરગાહ સમીપ તથા પાદરીયા/વાંતરસા ચોકડી મળી આજે ૦૫ ઊંચા હાઈ માસ્ટ ટાવરોનું ઉદ્ઘાટન થતાં એ તમામ વિસ્તારો રોશનીથી ઝગમગી રહ્યા છે.
આ સુંદર સ્વપ્નને સાકાર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે ગામના સર્વાંગી વિકાસમાં હંમેશા અગ્રેસર રહેતા ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાના અથાગ પ્રયત્નોએ. તેમના નેતૃત્વમાં અનેક ઉદાર સખીદાતાઓએ હૃદયપૂર્વક દાન આપ્યું અને એક જ અઠવાડિયામાં આ ટાવર્સ ઊભા થયા.
સખીદાતાઓ :
ઉવેશ હનીફ મઢી, હાજી બસીર અને હાજી હાફેઝ મોહસીન રેથડા, મો. અબ્દુલ્લાહ જેટ તથા ડાહ્યા બ્રધર્સ, હાજી શબ્બીર ભુતા, સલમાન ચવડી, મેહબૂબ ગોચા, હાજી ઇસ્માઇલ માલજી ઉર્ફે માસા, મુબારક ઇબ્રાહિમ ભાણીયા, રિઝવાન દિવાળી, આસિફ દિવાળી તથા સફવાન ભુતા એન્ડ ગ્રુપ.
ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ ટાવર્સનું વિધિવત્ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિના ચહેરા પર આનંદ અને કૃતજ્ઞતાની ઝલક સ્પષ્ટ જોવા મળી.
ટૂંક સમયમાં વધુ રોશની આવવાની છે.
સીતપોણ ચોકડી, હાસમશાહ [રહ.] કબ્રસ્તાનના બંને મુખ્ય પ્રવેશદ્વારો તથા ભડભાગ કબ્રસ્તાન તરફ જતા ટેલિફોન એક્સચેન્જ પાસેના રસ્તે બીજા ૦૪ હાઈ માસ્ટ લાઈટ્સના ટાવર્સ પણ ઝડપથી લગાવવામાં આવશે.
આ અમૂલ્ય ભેટ માટે તમામ સખીદાતાઓ અને ડેપ્યુટી સરપંચ સફવાન ભુતાનો આભાર માનતા ગ્રામજનોએ
એકસાથે કહ્યું:
“તમારા આ પ્રયાસોથી આપણું ગામ વધુ સુરક્ષિત, સુંદર અને પ્રકાશમય બન્યું છે.”
ટંકારીઆ હવે રાત્રે પણ ચમકે છે – સાથે મળીને, સ્વપ્ન જોઈને, અને તેને સાકાર કરીને!




TANKARIA WEATHER
Masallah Great unity I have seen on this occassion,The light and brightness come thruogh the tower on street same brightness and light i can see in our proud Tankaria people unity,Thanks to sarpanch(Dep.)and all Donores plus whole team who involed. In this progressive sing of our village thanks again to all.