વરસાદના વિઘ્ન વચ્ચે ઈદ એ મિલાદની ઉજવણી

આજે ઈદ એ મિલાદુન્નબી [સ.અ.વ.] ની ઉજવણી થઇ રહી છે. ભારે વરસાદને પગલે પાદરમાં પાણીનો ભરાવો થઇ ગયો હોવા છતાં સુબ્હ સાદિકથી સલાતો સલામનો દૌર તમામ મસ્જિદોમાં ચાલુ થઇ ગયો હતો. અને ફઝરની નમાજ બાદ બાલ મુબારકની જિયારત જામે મસ્જિદમાં શરુ થઇ ગઈ હતી. બાદમાં પાટણવાળા બાવા સાહેબના ઘરેથી જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરસતા વરસાદને પગલે જુલૂસમાં લોકોની હાજરી પાંખી દેખાઈ હતી. લોકો ધીમે ધીમે મસ્જિદ તરફ પ્રયાણ કરી બાલ મુબારકની જિયારત કરતા નજરે પડ્યા હતા.
તદુપરાંત ગત રોજ મગરીબની નમાજ બાદ પાદરમાં પાણીનો ભરાવો શરુ થઇ જતા પાદરના નીચાણવારા ભાગોમાં આવેલી દુકાનોમાં પાણીનો પેસારો થવા માંડ્યો હતો અને જોતજોતામાં દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું. આખી રાત વરસતા વરસાદને લીધે પાદરમાં પાણીનું સ્તર વધી રહ્યું હતું. અને આ લખાય છે ત્યારે વરસાદની ગતિ મંદ પડતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

બાદમાં મળતી માહિતી અનુસાર જામે મસ્જિદના પટાંગણમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગોના આસ્તાનામાં જાણે શ્વાસ લેતા હોય તેવો નજારો જોવા મળતા લોકોમાં કુતુહલ ફેલાઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*