ટંકારીયાના ડોક્ટરોમાં એક ઓર ડોક્ટરને પદવીદાન અપાયું

વાહ ટંકારીઆ વાહ………. વીતેલા સમયે ટંકારીઆ ગામ શિક્ષકોનું ગામ ગણાતું હતું. જિલ્લા અને જિલ્લા બહાર જ્યાં જુઓ ત્યાં ટંકારીઆના જ શિક્ષકો મળી આવતા હતા. અને અત્યારના સમયમાં ટંકારીઆ ગામે ડોક્ટરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં ટંકારીઆ ગામની બેટી નામે ફરહીન ઇશાકમાસ્ટર ગોરધન કે જેને હાલમાંજ સ્મીમર (સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજયુકેશન એન્ડ રિસર્ચ )કોલેજ માંથી એમ.બી.બી.એસ. ની પદવી મેળવી સમગ્ર ગામ તથા સમાજ નું ગૌરવ વધાર્યું છે. તેમને તથા તેમના પરિવારને ખુબ ખુબ અભિનંદન…… તેમનો પદવીદાન નો કાર્યક્રમ તા. ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ રાખવામાં આવ્યો હતો અને તેમને પદવી એનાયત કરવામાં આવી હતી. ગર્વથી બોલાય છે કે, ધન્ય છે ટંકારીઆની માટી ને……

અમો શકીલ અબ્દુલ્લાહ ભા, મુસ્તાક દૌલા, નાસીરહુસૈન લોટીયા, માજી સરપંચ ઝાકીરહુસૈન ઉમટા તથા ગ્રામજનો બેટી ફરહીનને આ માધ્યમ થકી ખુબ ખુબ મુબારકબાદી અર્પીએ છીએ.

Bravo Tankaria Bravo……… Tankaria village used to be the village of teachers in the past. Teachers from Tankaria were found everywhere in the district and outside the district. And now a days there is a trend of doctors in Tankaria village. Among them is a daughter named Farhin Ishaqmaster Gordhan of Tankaria village who has recently completed MBBS from SMEER (Surat Municipal Institute of Education and Research) College. The pride of the entire village and society has increased by getting the Doctor title of Congratulations to her and her family… her graduation program  Held on Dt. 10/03/2024 and awarded the Doctorate title. It is proudly to said that, blessed is the soil of Tankaria……

2 Comments on “ટંકારીયાના ડોક્ટરોમાં એક ઓર ડોક્ટરને પદવીદાન અપાયું

  1. Salam from Ismail Saheb Khunawala;London. My heartfelt and sincere congratulations to our gem of Tankaria Farhin Ishaqmaster Gordhan for gaining MBBS degree from Surat Municipal
    Institute of Educational and Research college. What a fantastic and wonderful achievement for which any parents would be proud of !!! Nowadays Tankaria is producing many doctors,
    pharmacists, engineers,professors along with its usual trends of school teachers.This is due to our educational institutions like our Tankaria High School which was established in 1952 by our insightful forefathers. My best wishes and prayers are for the bright future for Farhin. I congratulate to her parents too. May Allah give Farhin more successes in future;Ameen.

  2. CONGRATULATION
    ધન્ય છે ટંકારીઆની ભોમકા…સતત શિક્ષણમાં પોતાનું આગવું સ્થાન જાળવી રાખનાર આ ધરા ઉપર આમ જ નવી નવી ઉપલબ્ધિઓના તોરણો બાંધતા રહ્યા છે એ ખુબ જ આનંદ અને ગૌરવની બાબત છે.અલ્લાહ રબ્બૂલ ઈજ્જતનો કરમ આમ જ આપણા સૌ ઉપર અને તમામ ઉમ્મતીઓ ઉપર રહે એવી દિલી દુઆ..
    દીકરી અને તેના માવતરને તેની આ સોનેરી સિદ્ધિ માટે ખુબ ખુબ અભિનંદન. ભવિષ્યમાં પણ તમે વધુ ને વધુ સફળતાના શિખરો સર કરી ગામનું નામ રોશન કરો અને સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ રહો એવી દિલી દુઆ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*