આજ રોજ તા.૨૪/૦૬/૨૦૨૩ ને શનિવારના રોજ એમ.એ.એમ. સ્કુલ ટંકારીઆના મદની હોલમાં મોહસીને આઝમ મિશનના સંયુક્ત ઉપક્રમે ટંકારીઆ ગામમાં કેન્સર, સ્ત્રીરોગ અને ડેન્ટલ મફત ચેકઅપ કેમ્પ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી કેમ્પનું આયોજન રાખવામાં આવ્યુ હતું. જેમાં અંકલેશ્વરની વિખ્યાત જે.બી. મોદી કેન્સર સેન્ટર ના નિષ્ણાત ડોકટરોની ટીમ જેવા કે કેન્સર, સ્ત્રીરોગ અને ડેન્ટલ બીમારીને લગતા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ પુર્વક ટંકારીઆ તથા આસપાસના ગામોના લાભાર્થીઓએ લાભ લીધો. જેમાં જે.બી. મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વરના નિષ્ણાત ડોકટરો ડો. હિમાલી પટેલ (સ્ત્રીરોગ નિષ્ણાત), ડો. મનીષા આર ગાંધી (દાંત રોગના નિષ્ણાત) અને ડો. નયના વરિયા (કેન્સર રોગના નિષ્ણાત) શ્રી વૈભવ સોલંકીના માર્ગદર્શન હેઠળ નિદાન કર્યું હતું. દર્દીઓની વિસ્તારથી તપાસ કરતા ચાર દર્દીઓને કેન્સરના લક્ષણો જણાતા દર્દીઓને જે.બી. મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વર દ્વારા વિના મુલ્યે સારવાર કરવામાં આવશે. આ કેમ્પમાં સંસ્થાના પ્રમુખશ્રી હાજી ઇશાક મહમદ અશરફી તથા મૌલાના અબ્દુલરજ્જાક સાહેબ, ગામના માજી સરપંચશ્રી ઝાકીરભાઈ ઉમતા વગેરે આગેવાનોએ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.
Leave a Reply