ટંકારીઆ તથા પંથકમાં વરસાદનું આગમન

સત્તાવાર રીતે ચોમાસુ બેસી ગયું હોય આજરોજ ફજરની નમાજથી એકદમ ધીમીધારે રહેમના વરસાદનું આગમન થતા સૂકીભઠઠ જમીનને નવચેતના મળી છે. ધીમીધારે વરસી રહેલા આ વરસાદને પગલે ખેડૂતો ખેતીના કામોમાં જોતરાઈ જશે. આ લખાય છે ત્યાં સુધી વરસાદ ચાલુજ છે, પરંતુ ગરમીનો પારો યથાવત જ રહ્યો છે. મજાની વાત એ છે કે, નગરજનો પરંપરાગત વેરમી અને ભજીયા બનાવવાનું તથા તેને આરોગવાનું ચુકશે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*