ટંકારીઆ માં ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

સમગ્ર દેશ આજે ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરી રહ્યો છે. આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી અંતર્ગત ટંકારીઆ ગામમાં ગ્રામ પંચાયત પટાંગણમાં ગામના સરપંચ ઝાકીરહુસેન ઇસ્માઇલ ઉમતા દ્વારા ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના તલાટી ઉમેશભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો, ગ્રામજનો હાજર રહ્યા હતા. ધ્વજવંદન બાદ રાષ્ટ્રીય ગીતના ગુંજન બાદ હાજરજનોને મીઠાઈ વહેંચી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ ગામની એમ.એ,એમ. ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધ્વજ વંદન નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. ત્યાં ભરૂચ તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલ્લાહભાઈ ટેલર દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના ભુલકાંઓએ દેશભક્તિ ના નારાઓથી વાતાવરણને ગુંજતું કરી દીધું હતું. આ કાર્યક્રમમાં સરપંચ ઝાકીરહુસેન તેમજ તાલુકા સદસ્ય અબ્દુલ્લાહભાઈ ઉપરાંત સામાજિક કાર્યકર ઉસ્માન લાલન, ગામના તલાટી ઉમેશભાઈ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તેમજ ટંકારીઆ કન્યાશાળા [મુખ્ય] માં ગામની શિક્ષિત દીકરી શના અલ્તાફહુસેન તલાટી [લારીયા] ના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તેમજ ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ તથા ધાર્મિક સંસ્થાઓ પર ધ્વજ ફરકાવી આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ગામના સરપંચે એક નિવેદનમાં આ પ્રજાસત્તાક પર્વ નિમિતે તમામ દેશવાસીઓને, ગ્રામજનોને ખુબ ખુબ મુબારકબાદી પાઠવી હતી. દેશમાં એકતા, સંપ, ભાઈચારો જળવાઈ રહે અને દેશ તરક્કીની ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*