ટંકારીઆ ગામના ૧૦૮ ગ્રુપના નવયુવાનોની સરાહનીય કામગીરી

સલામ સાથે ગામના તમામ લોકોને જણાવતા આનંદ થાય છે કે ટંકારીઆ ગામના નવયુવાન ફાયર બ્રિગેડ [૧૦૮ ગ્રુપ] દ્વારા ગતરોજ રાત્રે ઈશાની નમાજ બાદ હાશમશાહ [રહ.] કબ્રસ્તાનમાં ચોમાસા દરમ્યાન જે લાઈટ ના થાંભલા તેમજ વાનરો દ્વારા અવારનવાર કબ્રસ્તાનની લાઈટના થાંભલા તથા વાયરિંગને નુકશાન થવાના કારણે ઘણી બધી લાઈટો બંધ થઇ ગઈ હતી. જેની મરમ્મત ની કામગીરી તથા જે લાઈટો બંધ હતી ત્યાં નવી લાઈટો નાંખવામાં આવી હતી. આ કામ ગામના નિષ્ણાંત ઈલેક્ટ્રીશિયન યુનુસભાઇ ગણપતિની આગેવાનીમાં સુંદર રીતે નવયુવાનો દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. તેમજ કબ્રસ્તાનમાં ચોમાસા દરમ્યાન ઉગી નીકળેલ બિન જરૂરી વનસ્પતિ / ચાર ની પણ નવયુવાનો દ્વારા સાફસફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈદગાહમાં પણ સાફસફાઈ નું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
માશા અલ્લાહ અલ્લાહના ફઝલો કરમથી, ટંકારીઆ ગામના દરેક સુખ – દુઃખ ના પ્રસંગોમાં આ ૧૦૮ ગ્રુપ દ્વારા સરાહનીય કામગીરી નિસ્વાર્થ રીતે કરવામાં આવે છે. જે બદલ ગામ ટંકારીયાના લોકો આ ૧૦૮ ગ્રુપ પર ગર્વની લાગણી અનુભવે છે. અત્રે એ પણ યાદ અપાવવું જરૂરી છે કે, આજ ટીમે કોરોના કાળમાં પણ ઘણી સેવાઓ આપી હતી. અલ્લાહ પાક આ નવયુવાનોને તંદુરસ્તી સાથે લાબું આયુષ્ય આપે. તથા અલ્લાહ પાક તેમની ખિદમતોને કબુલ ફરમાવી એનો બેહતરીન બદલો બંને જહાંમાં આપે એવી દિલી દુઆઓ.
આ સાથે એક વિનંતી કરવામાં આવે છે કે, જે નવયુવાનો હજુ ૧૦૮ ગ્રુપમાં એડ થવા માંગતા હોય તે લોકો યુનુસ ગણપતિનો સંપર્ક કરી શકે છે. આપ આપનો મોબાઈલ નંબર યુનુસને આપી એક થઇ ગામની ખિદમતે ખલ્કના કામોમાં સહભાગી થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*