ટંકારિયામાં કમોસમી વરસાદને પગલે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ.

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ટંકારીઆ તથા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતાં જ ગ્રામજનો ભર શિયાળે ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને વરસાદી વાતાવરણ સતત જોવા મળ્યું હતું. વરસાદ વરસતા જ લોકોએ ગરમ વસ્ત્રોને બદલે અભરાઈએ મુકેલ રેનકોર્ટ અને છત્રી લઈ બહાર નીકળવું પડ્યું હતું. જોકે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના કપાસ, તુવેર અને અન્ય ઉભો પાક તૈયાર થઈ ગયો છે જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે હજી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

While heavy rains are forecast in South Gujarat, the rains started slowly in Tankaria and Surrounding villages. The villagers of Greater Tankaria are experiencing winter monsoons as soon as the non-seasonal rains fall and the rainy weather was observed continuously. As soon as it started raining, people had to go out with raincoats and umbrellas instead of warm clothes. However, due to unseasonable rains, farmers' cotton, Tuvar and other standing crops have been ready, which has worried farmers, while two more days of rains have been forecast.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*