ટંકારીયામાં એક વિશાળ હોસ્પિટલના નિર્માણની પાયાવિધીનો પ્રોગ્રામ યોજાયો.

ભરૂચ તાલુકાના સૌથી મોટા વસ્તી ધરાવતા ગામ ટંકારીયામાં ૧૯૮૪થી લોકસેવામાં કાર્યરત સંસ્થા અંજુમને નુસરતુલ મુસ્લિમીન કે જેના સાનિધ્યમાં સને ૨૦૦૨ થી એક નાના દવાખાનાથી શરૂઆત કરી હતી તે સંસ્થા  એક વિશાળ હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહી છે તેની પાયાવિધીનો પ્રોગ્રામ આજરોજ વિશાળ જનમેદની વચ્ચે તથા મોટા મોટા  આલીમો, બુઝુર્ગાને દિન અને વડીલોની હાજરીમાં યોજાયો હતો.

આ સમારંભની શરૂઆત કુરાન શરીફની આયાતોના પઠનથી કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સીતપોણ દારુલ ઉલુમના મુદરરીસ કારી અબ્દુલહક દ્વારા નાત શરીફ પઢવામાં આવી હતી. દારુલ ઉલુમ માટલીવાળા ના નાઝીમે આલા મૌલાના મહેબૂબ સાહેબે સંસ્થાનો પૂરો ચિતાર રજુ કર્યો હતો. ત્યાર બાદ આ સંસ્થાના સ્થાપક મૌલાના ઇબ્રાહિમ માલજીએ સને ૧૯૮૪ થી આજ સુધી કાર્યરત આ સંસ્થાનો ટૂંકો ચિતાર રજુ કરી જણાવ્યું હતું કે, ઇન્સાને અલ્લાહની નેઅમતોનો શુક્ર હંમેશા અદા કરતો રહેવો જોઈએ. ત્યાર બાદ ટંકારીઆ ગામના સુપુત્ર અને એમ.ડી. ડોક્ટર સોયેબ દેગે તેમના ટૂંકા પ્રવચનમાં કહ્યું હતું કે, આ નિર્માણ પામતી હોસ્પિટલ સમાજના તમામ વર્ગોને કોઈપણ જાતના ભેદભાવ વગર મદદરૂપ થશે અને તમામે તમામને સહકારની અપીલ કરી હતી. ત્યાર બાદ ટંકારીઆ ગામના વતની મુફ્તી ઇકબાલ ભોજા એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, ટંકારીઆ ગામ શિક્ષણ ક્ષેત્રે હંમેશા આગળ રહ્યું છે પહેલા ટંકારીઆ ગામમાંથી શિક્ષકોની ફૌઝ પેદા થઇ હતી અને હાલના સંજોગોમાં ટંકારીઆ ગામમાં ડોક્ટરોની ફૌઝ પેદા થઇ ગઈ છે. તેમને શિક્ષણ પર ભાર મૂકી દરેક નવયુવાનોને શિક્ષણ મેળવી સમાજને ઉપયોગી  થવા હાકલ કરાઈ હતી. ત્યાર બાદ આ સમારંભના મુખ્ય મહેમાન જામીઆ અક્કલકુવાના કુલપતિ અને સ્થાપક  મૌલાના ગુલામ મુહમ્મદ વસ્તાનવી સાહેબે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી એ લોકોની આંખો ખોલી દીધી  છે. તેમને એમ પણ જણાવ્યું હતું કે ટંકારીઆ ગામે માસ્તરોની ફેક્ટરી હાલમાં ડોક્ટરોની ફેક્ટરી બની ગઈ છે. અને નવયુવાનોને મેડિકલ લાઈનમાં જોડાઈ જવાની અપીલ કરી હતી. તેમજ આ નવી નિર્માણ પામતી હોસ્પિટલની કામિયાબીની દુઆઓ ગુજારી હતી. તથા આ નેકીના કામમાં મદદ કરવાનું આહવાન  કર્યું હતું. અને ઈલ્મ હાસિલ કરવા પર ભાર મુક્યો હતો. ત્યાર બાદ ટંકારીઆ ગામના દિલાવરભાઈ બચ્ચાએ તેમના ટૂંકા પ્રવચનમાં જણાવ્યું હતું કે હવે પછી આપણે હોસ્પિટલના નિર્માણ બાદ આજની જરૂરિયાત મુજબ મેડિકલ કોલેજ ખોલવા પર ભાર મુક્યો હતો. ત્યાર બાદ જાણીતા ફીજીશીયન ડો. વસીમ રાજે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમ્યાન જંબુસર, વલણ, ટંકારીઆ, મનુબર તથા ઇખર જેવા ગામોમાં આપણા સમાજ દ્વારા કોવિદ સેન્ટરો શરુ કરી ખુબજ સારી સેવાઓ બજાવી હતી. ટંકારીઆ કોવિદ સેન્ટરના અનુભવે આપણે મોટી  હોસ્પિટલ શરુ કરી શકીએ એ વિચારને બળ મળ્યું હતું જે આજની જરૂરિયાત છે. અને છેલ્લે આ સમારંભના અધ્યક્ષ મૌલાના ઇસ્માઇલ ભુતા એ તેમના પ્રવચનમાં હદીષોની રોશનીમાં ખિદમતે ખલ્ક તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમને એમ કહ્યું હતું કે આદમી જયારે ચોટ ખાય છે અને તકલીફો પડે છે ત્યારે રસ્તાની તલાશ કરે છે. તેમને આ સંસ્થાના આદયસ્થાપક મૌલાના ઇબ્રાહિમ માલજી સાહેબના દ્રષ્ટાંત ને ટાંકીને ખિદમતે ખલકના કામમાં જોતરાઈ જવાની અપીલ કરી હતી. મૂળ ટંકારીઆ ગામના વતની અને સાઉથ આફ્રિકા સ્થિત “ઓએસિસ ક્રીસન્ટ” ના માલિકો અભલી ફેમિલીએ આ હોસ્પિટલના બાંધકામ માટે માતબર રકમ આપવાની જાહેરાત કરી હતી.

આ સમારંભમાં મુખ્યત્વે ગુજરાત ટુડેના પ્રકાશક ટંકારીઆપુત્ર અઝીઝ ટંકારવી સાહેબ, વિદેશથી પધારેલા યાકુબ બાજીભાઈ ભુતા, મૌલાના ઇબ્રાહિમ માલજી, યુનુસ અમદાવાદી, દિલાવર બચ્ચા, મુફ્તી ઇકબાલ ભોજા, મૌલાના ગુલામ મોહમ્મદ વસ્તાનવી, મૌલાના ઇસ્માઇલ ભુતા, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી, સુલેમાન પટેલ જોલવાવાળા, મૌલાના ઈરફાન ભીમ, મૌલાના લુકમાન ભુતા, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા તથા તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, માજી સરપંચ આરીફ પટેલ, અફઝલ ઘોડીવાળા તથા મોટી સંખ્યામાં ગામ તથા પરગામથી પધારેલા મહેમાનોએ હાજરી આપી હતી. આ સમગ્ર સમારંભમાં નવયુવાનોએ ખડે પગે રહી સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સમગ્ર સમારંભનું સંચાલન કારી હનીફ ચવડીએ કર્યું હતું. અંતમાં સંસ્થાના પ્રમુખ મૌલાના લુકમાન ભુતા એ સંસ્થાની કામગીરીની સવિસ્તાર માહિત આપી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

Anjum Nusratul Muslimeen, who has been working in the public service since 1984 in Tankaria [the most populous village in Bharuch taluka] in the vicinity of which a small hospital was started in 2002, is going to build a huge hospital. Stone laying program held in the presence of the Islamic scholars, Buzurgane deen and elders.

The ceremony began with the recitation of verses from the Quran and was followed by the recitation of Naat Sharif by Mudarris of  Sitpon Darul Uloom.  Kari Abdulhaq of. Nazime aala of Darul Uloom Matliwala Mehboob Saheb presented the complete history of the institute. After that, Maulana Ibrahim Malji, the founder of this institute, gave a brief overview of this institute which has been functioning from 1984 to date and said that man should always give thanks for the blessings of Allah.

Then the son of Tankaria village and M.D. Dr. Soyeb Deg In his short speech, said that the hospital under construction would be helpful to all sections of the society without any discrimination and appealed to all to cooperate. Later, Mufti Iqbal Bhoja, a native of Tankaria village, said in his speech that Tankaria village has always been at the forefront in the field of education. He emphasized on education and urged all the youth to get education and be useful to the society. Afterwards, the chief guest of the function, Jamia Akkalkuwa Chancellor and Founder Maulana Ghulam Muhammad Vastanvi said in his speech that the corona epidemic has opened the eyes of the people. He also said that the master’s factory in Tankaria village has now become a doctor’s factory. And appealed to young people to join the medical line. He also prayed for the success of this new hospital. And called for help in this work of righteousness. And emphasized on acquiring knowledge. Then Dilavarbhai Bachcha of Tankaria village said in his short speech that from now on we would focus on opening a medical college as per today’s requirement after the construction of the hospital. Then the famous physician Dr. Wasim Raj In his speech, Wasim Raj said that during the corona period, our society started covid Centers in villages like Jambusar, Valan, Tankaria and Ikhar and rendered very good services. The experience of Tankaria covid Center gave impetus to the idea that we can start a big hospital which is a necessity today. Finally, the chairman of the ceremony, Maulana Ismail Bhuta, in his speech, focused on Khidmat Khalk in the light of Hadith. He said that a man looks for a way out when he is injured and in trouble. appealed to him to get involved in Khidmate Khalak’s work by quoting the example of Maulana Ibrahim Malji Saheb, the founder of this organization. The Abhali family, a native of the village of Tankaria and the owner of Oasis Crescent in South Africa, announced a grant for the construction of the hospital.

The function was mainly attended by Gujarat Today publisher Son of Tankaria Aziz Tankarvi Saheb, Yakub Bajibhai Bhuta from abroad, Maulana Ibrahim Malji, Yunus Ahmedavadi, Dilawar Bachcha, Mufti Iqbal Bhoja, Maulana Ghulam Muhammed Vastanvi, Irfan Bhim, Maulana Lukman Bhuta, Usman Lalan, Mustafa Khoda and taluka panchayat member Abdullah Taylor, former district member Maqbool Abhli, former sarpanch Arif Patel, Afzal Ghodiwala and a large number of villagers of Tankaria and districts.  

The entire ceremony was conducted by Kari Hanif Chawdi. At the end, the president of the organization Maulana Lukman Bhuta gave detailed information about the work of the organization and thanked everyone.

4 Comments on “ટંકારીયામાં એક વિશાળ હોસ્પિટલના નિર્માણની પાયાવિધીનો પ્રોગ્રામ યોજાયો.

  1. Mashallah! May Allahtaala help us to complete the project of this proposed foundation of such a Hospital for our community! Allah will will find a way! Congratulations to all my dear Tankarvis and also to all managing staff! Alhamdulillah!

  2. Masaallah. it is great news for our community. Allah give to everyone who involved this noble project to fully success Insallah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*