ચોમાસાની ગુજરાતમાંથી સત્તાવાર વિદાય

ચાલુ વર્ષનું ચોમાસુ તેના પ્રથમ તબક્કામાં વરસાદની તંગી લઈને આવ્યું હતું અને ત્યારબાદ ભાદરવામાં ચોમાસાએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી અનાધાર વરસેલું નેઋત્યનું ચોમાસુ તારીખ ૧૨ ઓક્ટોબરે સત્તાવાર વિદાય લઇ રહ્યું છે તેની જાહેરાત મોસમ વિભાગે કરી હતી. દેશમાં ચોમાસાનો પ્રવેશ કેરાલાના તટ પ્રદેશથી શરુ થાય છે અને તેની વિદાય કચ્છ થી શરુ થાય છે. ભાદરવાના અતિ ભારે વરસાદ થી સમગ્ર ભરૂચ જિલ્લાના જળાશયો ભરાઈ જવા પામ્યા હતા અને શિયાળુ પાક નું ચિત્ર ઉજળું બન્યું હતું. આજથી સમગ્ર રાજ્ય માં સૂકા વાતાવરણની આગાહી મોસમ વિભાગે જાહેર કરી છે. એટલેકે સવારે ઠંડી અને બપોરે ગરમીની મિશ્ર ઋતુ થશે જોકે માવઠા ગમે ત્યારે વરસી શકે છે. એન.આર.આઈ. ભાઈઓએ માદરે વતન આવવાની તૈયારીઓ કરી દીધી હશે કેમ કે હવે થોડાજ સમયમાં ફુલગુલાબી ઠંડી માદરે વતનમાં શરુ થવાની તૈયારીઓ છે.

The monsoon of the current year came in its first phase due to scarcity of rains and then the monsoon in the month of Bhadarwa assumed its original form. The onset of monsoon in the country starts from the coastal region of Kerala and its departure starts from Kutchh. Due to heavy rains in the month of Bhadarwa, the reservoirs of the entire Bharuch district were flooded and the picture of winter crops became brighter. The weather department has released a dry weather forecast for the entire state from today. This means that there will be a mixed season of cold in the morning and hot in the afternoon although mild shower can at any time. NRI brothers and sisters may have made preparations for the motherland home as the glowing cold of motherland is about to start soon.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*