હો મેરા કામ ગરીબો કી હિમાયત કરના

હાલમાં કોંકણ વિસ્તારોમાં ભારે પૂર આવ્યું હતું અને તેમાં કેટલાય ગરીબોને પારાવાર નુકશાન થયું હતું. તો આવા પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદની ખેવના સાથે ટંકારીયાના એકતા ગ્રુપે કમર કસી હતી. અને આજરોજ ટંકારીઆ ગામેથી મદદ માટે કોંકણ ના ચિપલુન, રત્નાગીરી પાસેના ગામ મુરાદપુર તરફ ખાવા પીવાનો સરસામાન તથા ઘરવખરીનો સામાન તથા રોકડ રકમ રૂપિયા ૧૫૦૦/- નું કવર સાથે ૧૫૧ જેટલી કીટો તૈયાર કરી સામાન રવાના કરવામાં આવ્યો હતો. જે કોંકણમાં ઘરે ઘરે જઈને આપવામાં આવશે. તેમજ બીજો સામાન જેવોકે ૫ કિલો ચાવલની ૧૦૦ બેગ તથા ૧૦0 ઘઉં ની બેગો તદુપરાંત કંબલ, ચાદરો તથા નવા અને જુના કપડાઓ તથા રોકડા રૂપિયા ૪૦૦/- ના કવરો પણ બીજા ગામોમાં વહેંચવામાં આવશે. આ સામાન પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકો પોતાના ઘરોમાં પરત આવે અને સ્થાયી થયા બાદ જરૂરતમંદોને ઘરે જઈ સામાન તથા કીટો વહેંચવાનો નિર્ણય એકતા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો તે મુજબ જરૂરી તપાસ કરીને આજરોજ ટંકારીઆ ગામના યુવાનો પૂરગ્રસ્ત લોકોની મદદ માટે રવાના થયા હતા. અલ્લાહપાક આ નવયુવાનોની ખિદમતોને કબૂલ ફરમાવે. આ નેક કામમાં મદદ કરનાર ગામ તથા પરગામ તથા વિદેશોમાં વસતા તમામ ભાઈ બહેનોનો એકતા ગ્રુપ દિલથી આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*