ટંકારીઆ હાઈસ્કૂલ માં તથા અન્ય અપ-ડાઉન કરતા મુસાફરો માટે ખુશ ખબર

ટંકારીઆ ગામ શિક્ષણ ક્ષેત્રે હબ તરીકે ઓળખાય છે. આપણા ગામમા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ મોટી સંખ્યામાં રોજ અપ-ડાઉન કરે છે. પરંતુ તેમના માટે એસ.ટી. બસોની વ્યવસ્થા નહિવત હતી અને ઘેટાંબકરાં ની જેમ બસમાં બેસીને મુસાફરી કરતા હતા. તથા વધુ અભ્યાસ માટે તેમજ નોકરી ધંધાને લઈને ગામના અનેક ભાઈ બહેનો ભરૂચ અપ-ડાઉન કરે છે. જેને ધ્યાને લઇ આપણા ગામના મુસ્તુફા ખોડા અને તેમની ટીમે વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા ને રજૂઆત કરવામાં આવી હતી અને તેમના સંકલનમાં નીચે મુજબના સમયની બસો તાત્કાલિક ધોરણે એસ.ટી. ખાતાએ ફાળવી આપી છે.
૧. સવારે ૫.૪૫ વાગ્યે ભરૂચ થી પાલેજ તરફ.
૨. સવારે ૯.૩૦ વાગ્યે ભરૂચ થી ટંકારીઆ
૩. સાંજે ૬.૧૫ વાગ્યે ભરૂચ થી ટંકારીઆ
૪. સાંજે ૪ વાગ્યે ભરૂચ – ટંકારીઆ – કારેલા તરફ.
૫. સવાર અને સાંજે ટંકારીઆ થી કારેલા ફક્ત વિદ્યાર્થીઓ માટે.
૬. સવારે તથા સાંજે ટંકારીઆ થી પારખેત ગામે ફક્ત વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે.
આ માટે ગામ આગેવાનો મુસ્તુફા ખોડા, ઉસ્માન લાલન, ઇકબાલ સાપા, બાજીભાઈ લખા
, સલીમ લાલન, બાબુ હાફેઝી ભા, યાસીન શંભુ, તૌસીફ કારકરિયા, ઇલ્યાસ ગાંડા, સાદિક રખડા, સાજીદ લાલન, મુબારક ધોરીવાળા, સલીમ ઉમતા, સાદિક લાલન, ડાહ્યાભાઈ, નઝીર મઢી, શોકત બશેરી તથા મહિલા સુરક્ષા મંડળના સભ્ય રોશનબેન ધારાસભ્યશ્રી નો આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*