ટંકારીઆ માં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી એકદમ સાદગીથી કરવામાં આવી
રમઝાન શરીફના મહિનામાં મુસ્લિમ ભાઈ બહેનો રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરતા હોય છે અને રમઝાન માસની પુર્ણાહુતી એટલે કે ઈદ ઉલ ફિત્ર મુસ્લિમો ભારે ધામધૂમથી અકીદતો સાથે મનાવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી ને પગલે ટંકારીઆ તથા પંથકમાં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી એકદમ સાદગીથી કરવામાં આવી હતી. ગામની વિવિધ મસ્જિદોમાં સવારે સરકારી નીતિ નિયમોને આધીન સોસીયલ ડિસ્ટન્સીસ સાથે મોઢા પર માસ્ક પહેરી ઈદ ઉલ ફિત્ર ની વિશિષ્ટ નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ મસ્જિદોના ઇમામ સાહેબોએ સમગ્ર દુનિયામાંથી કોરોના વાઇરસ નાબૂદ થઇ જાય અને દેશ અને દુનિયામાં અમાનો શાંતિ સ્થપાય તેવી દુઆ ગુજારવામાં આવી હતી. તેમજ જેટલા પણ આ મહામારીને લઈને બીમાર હાલતમાં છે તેમની શિફા માટે પણ દુઆઓ કરવામાં આવી હતી અને આ મહામારીમાં જેઓ અલ્લાહની રહેમતમાં પહોંચી ગયા છે તેમની મગફિરતની દુઆઓ કરવામાં આવી હતી. નમાજ બાદ મુસ્લિમ બિરાદરોએ ભેટવાનું તથા હાથ મિલાવવાનું પણ ટાળ્યું હતું. આમ ટંકારીઆ તથા પંથકમાં ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી એકદમ સાદગીભર્યા માહોલમાં કરવામાં આવી હતી.
Leave a Reply