ટંકારિયામાં સ્વૈચ્છિક લોકડાઉન માં જોડાવા અપીલ
આપણા ગામમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધવા નો દૌર યથાવત છે. જેને ધ્યાને રાખી આપણા ગામના હાલના સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન એક નિવેદનમાં જણાવે છે કે, આ કોરોનાની ચેઇન ને તોડવા માટે સ્વૈચ્છિક લોક ડાઉન કરવું અતિ આવશ્યક હોય તમામે તારીખ ૧૭/૪/૨૦૨૧ ના શનિવારના રોજ બપોરે ૧૨ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધી તથા રાત્રીના ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી લોક ડાઉન જાહેર કરવામાં આવે છે જે તારીખ ૨૫.૪.૨૦૨૧ સુધી યથાવત રહેશે. આ દરમ્યાન દુકાનો બંધ રહેશે અને બહાર ગામથી ફેરિયા – ભિખારીઓ – માંગવાવાળાઓ તમામે આ સમય દરમ્યાન ગામમાં આવવું નહિ. તથા ગ્રામજનોએ પણ આ સ્વૈચ્છિક લોક ડાઉનમાં સાથ સહકાર આપવા માટે અપીલ કરવામાં આવે છે.
Leave a Reply