કોરોના મહામારી સંદર્ભે સરપંચ નો સંદેશ

ટંકારીઆ ગામ પંચાયતના હાલના સરપંચ શ્રીમતી મુમતાજબેન ઉસ્માન આદમ લાલન ગામજનો જોગ એક સંદેશમાં જણાવે છે કે, હાલમાં કોરોનની મહામારી તેની ચરમસીમાએ હોય ગામજનોએ પોતાના ઘરોની બહાર કામ વગર નીકળવું નહિ અને બહાર નીકળવાનું થાય તો મોઢા પર માસ્ક અવશ્ય પહેરીને નીકળવું તથા જ્યાં ભીડભાડ વાળી જગ્યા હોય ત્યાં ઉભું રહેવું નહિ અને સોસીઅલ ડિસ્ટન્સ અવશ્ય જાળવવું. તેમજ ગામમાં ભીખ માંગવા આવતા ભિખારી / ફકીરો એ ગામમાં પ્રવેશ કરવો નહિ. ગામમાં બહારથી આવતા વેપારીઓ તથા અન્યોએ ગામમાં મોઢા પર માસ્ક પહેરીને જ પ્રવેશ કરવો. ગામજનો ને આ સંદેશ થકી ગામમાં કોરોનાના મહા ભયંકર ભરડાને અટકાવવા અને ગામ આ મહામારીથી સુરક્ષિત રહે તે માટે તમામ ગામલોકોએ સાથ સહકાર આપવા વિનંતી કરી છે.

Sarpanch’s message regarding the Corona epidemic:
In a message, the present Sarpanch of Tankaria village panchayat, Mrs Mumtazben Usman Adam Lalan, said that at present the epidemic of Corona is at its peak. Do not stand at populated area and maintain social distance. Also, beggars / fakirs who come to the village to beg should not enter the village. Traders and others from outside the village should enter the village wearing masks.
Through this message, the villagers have been requested to co-operate with all the villagers to prevent the terrible outbreak of Corona in the village and to keep the village safe from this epidemic.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*