ટંકારિયામાં તાજજુલ ઉલેમાની તકરીર યોજાઈ

દુનિયાથી ઉમ્મીદો ઓછી કરી આમાલને સાફસુથરા બનાવી ગફલતોને દૂર કરી આખરી સફરની તૈયારીમાં લાગી જાઓ : તાજજુલ ઉલેમા
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે નબીરએ મોહદ્દીસે આઝમે હિન્દ, નાયબ સજ્જાદનસીન દરગાહે મોહદ્દીસે આઝમે હિન્દ, તાજજુલ ઉલેમાના તખલ્લુસથી ઓળખાતા હઝરત સય્યદ નૂરાનીમીયા અશરફિઉલ જીલાની કિછૌછવી ટંકારીઆ ની એક દિવસની મુલાકાતે પધાર્યા હતા. તેમના નજીકના મુરીદની માતાના ફાતેહામા પધારેલા તાજજુલ ઉલેમાએ ગતરોજ ઈશાની નમાજ બાદ ટૂંકું પ્રવચન કર્યું હતું. તેમણે કોવિદ ૧૯ માં અવસાન પામેલા મર્હૂમોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કોવિદ ૧૯ સમગ્ર વિશ્વ પરથી નેસ્તનાબૂદ થઇ જાય તેવી દુઆઓ ગુજરી હતી. તેમણે તેમના પ્રવચનમાં આ મહામારી ના ફાયદાઓનું વર્ણન કરતા જણાવ્યું હતુંકે મોમીનો અલ્લાહની બારગાહ માં સજ્દારેજ થઇ ગયા અને અસ્તગફાર ની કસરત સાથે અલ્લાહ પાસે ગુનાહોની તૌબા કરતા થઇ ગયા જે આ મહામારીનો ફાયદો ગણાવ્યો હતો. તેમણે દુનિયાથી ઉમ્મીદો ઓછી કરી પોતાના આમાલોને સાફસુથરા બનાવી ગફલતોને દૂર કરી આ ફાની દુનિયાની મહોબ્બત છોડી આખેરતનું ભાઠાની તૈયારીઓમાં લાગીજવા હાકલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*