સલામ છે ટંકારીયાના જાંબાઝ નવયુવાનોને

ટંકારીઆ કસ્બો કે જે ભરૂચ તાલુકાનો મોટામાં મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે. ટંકારીઆ ગામ એકતા અને અખંડિતતા માટે જાણીતું છે. સંપ અને સહકાર તેમને ગળથુથી માંથી જ મળેલ છે. આ ગામમાં કેટલાક નવયુવાનો કે જેઓ ગામનું કોઈ પણ કામ હોય આગળ પડતો ભાગ ભજવતા હોય છે અને ગામમાં કોઈ પણ ખૂણામાં મય્યત થયું હોય એટલે તુરંત તેઓ કબરના ખોડાઈ કામ માટે એ પછી સખત ગરમી હોય, કડકડતી ઠંડી હોય કે વરસાદ ની મોસમ હોય, સર્વપ્રથમ હાજર થઇ કબર ખોદવાનું કામ પરિપૂર્ણ કરવા સુધી થી લઈને મય્યતની દફનવિધિ સંપન્ન થતા સુધી હાજર રહી એક મોટી સેવાનું તથા નેકીનું કામ કરવા માટે હંમેશા તત્પર રહે છે. સલામ છે આ નવયુવાનોને જેઓની તારીફ
આવા લખાણો થી થઇ શકે તેમ નથી એટલે કે ઓછી પડે છે. મય્યત ના ઘર વાળાઓની આ એક મોટા માં મોટી જવાબદારી હોય છે જે જવાબદારી આ નવયુવાનો નિસ્વાર્થ રીતે અને હસતા હસતા નિભાવે છે. અલ્લાહ તબારક વ તઆલા તેના પ્યારા હબીબ સલ્લલ્લાહો અલૈહે વ સલ્લમ ના સદકા વ તુફેલ આ નવયુવાનોને તેનો બદલો બંને જહાંનોમાં અર્પણ કરે અને એમની તમામ જાઈજ તમન્નાઓને અલ્લાહ પુરી ફરમાવી તેમને તંદુરસ્તી અને સહેતમંદિ અતા કરે અને આ નેક કામને આગળ ધપાવતા રહે. વાચકોને ખાસ વિનંતી છે કે તેઓ આ નવયુવાનો માટે બંને જહાં ની ભલાઈઓ માટે હરહંમેશ દુઆ ગુજારતા રહેશો.
નોંધ: આ નવયુવાનોએ નામો જાહેર નહિ કરવાની શરતે પરવાનગી આપી હોય નામો જાહેર કર્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*