ટંકારીઆ ગામના જી. ઈ.બી. ના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું

પાલેજ જી. ઈ.બી. દ્વારા દર શનિવારે કોઈક ને કોઈક બહાને સવારથી લઈને સાંજ સુધી વીજકાપ કરી લેવામાં આવતો હતો જેના લીધે સખત ગરમી અને બફારામાં ગામના નાગરિકો હેરાન પરેશાન થઇ જતા હતા. તેમજ હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોય બીમાર દર્દીઓને ઘરમાં ઓક્સિજનના બોટલો લેવા પડતા હોય જે પણ વીજઉપકરણથી જ ચાલતા હોય દર્દીઓ ને પરેશાની થઇ જતી હોય તેમજ બીજા બધા વીજઉપકરણો પણ ઠપ થઇ જતા હતા. આ પ્રશ્ન ને ધ્યાનમાં રાખી ગામના કાર્યકારી સરપંચ શ્રીમતી મુમતાઝબેન ઉસ્માન લાલન ની આગેવાનીમાં પંચાયતના સભ્યો તથા સલીમ ઉમતા, ડાહ્યાભાઈ રોહિત તથા ગામના શુભચિંતકો ઉસ્માનભાઈ આદમ લાલન, ઇકબાલ સાપા, મુબારક ધોરીવાળા, બિલાલ લાલન, અલ્તાફ ગાંડા, યાસીન શંભુ, સાબિરમાસ્ટર લાલન, છોટુભાઈ વસાવા, કાંતિભાઈ ભગત, હનિફકાકા સાપા, સાદિક રખડા, સાજીદ લાલન, તૌસીફ કરકરિયા, સલાહુદ્દીન બશેરી, આસિફ ઉંદરડા, ઝાકીર વલી ઉમતા [મંડપવાળા], યાકુબ જંગારીયા, બાબુ હાફેઝી ભા, નઝીર મઢી, મહેબૂબ ચંદીયા તથા મુસ્તુફા ખોડા વિગેરેનું એક ડેલિગેશન જી. ઈ.બી. પાલેજના એક્ઝીક્યુટીવ એન્જીનીયરને રૂબરૂમાં મુલાકાત કરી રજુઆત કરી ચર્ચા વિચારણા ને અંતે જી. ઈ.બી. પાલેજના સક્ષમ અધિકારીઓ એ રજૂઆતને માન આપી જનહિતમાં દર શનિવારે બંધ રહેતી વીજળી હવે બંધ નહિ રહે તેવી ખાતરી આપી હતી. તેમજ ગામમાં અગર લાઈટ રીપેરીંગ નું કામ હશે તો ફક્ત જેતે વિસ્તારની જ ડી. પી. પરથી લાઈટ બંધ કરી બીજો વિસ્તાર વીજળી થી વંચિત કરવામાં નહિ આવે તેવી પણ ખાતરી ઉચ્ચારી હતી. જે બાદલ જી. ઈ.બી. પાલેજના અધિકારીઓનો ગામ વતી ગામ પંચાયત આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*