મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો
મોહદ્દીસે આઝમ મિશન સંચાલિત મોહદ્દીસે આઝમ મિશન સ્કૂલમાં શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં યુ. કે. થી પધારેલા મહેમાનો આદમસાહેબ ઘોડીવાળા, ઈસ્માઈલસાહેબ ખૂણાવાળા, ડો. ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાળા તથા ગુજરાત ટુડે ના તંત્રી અઝીઝ ટંકારવિસાહેબ તથા મહિડા સાહેબ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા. અઝીઝ ટંકારવી સાહેબે ભણતરના મહત્વ સાથે ટંકારીઆ ગામના વિદ્વાનો અંગે નવી પેઢી અવગત થાય એના પર ખાસ ભાર મુક્યો હતો. તમામ વિદ્વાનો દ્વારા બાળકોને અભ્યાસ નું મહત્વ સમજાવ્યું હતું. તથા આદમ ટંકારવી સાહેબ અને ઈમ્તિયાઝ પટેલે ગઝલોની રંગત જમાવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ઉપપ્રમુખ ઇશાક પટેલ, માજી આચાર્ય તથા શિક્ષણગણ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિરોઝસાહેબે કર્યું હતું.
Leave a Reply