આસોના ઉંબરે ઉભેલા ભાદરવામાં અષાઢી માહોલ

ભાદરવો માસ લગભગ પૂરો થવા આવ્યો છે અને આસો ની શરૂઆત થવાની તૈયારી છે છતાં પણ વરસાદ વરસવાનું ચૂકતો નથી. હમણાં પણ જોરદાર વરસાદ પડી રહ્યો છે અને વાદળ કાળું ડિબાંગ ટંકારીઆ ગામના મસ્તકે ઉભું છે. જેના પગલે ખેડૂત વર્ગ એકદમ ચિંતાતુર દેખાય છે. અત્યાર સુધી વાવેતર કરેલ તુવર તથા કપાસ નો પાક લગભગ બળી ગયો છે. અને ખેડૂતોએ હવે પછી મગ, મઠિયા જેવા કઠોળ ના વાવેતર તરફ મીટ માંડી છે. આ વખતે સીઝનલ વરસાદ તેના પ્રમાણ કરતા વધુ પડી રહ્યો છે. સતત વરસાદ પડવાને કારણે ખેતરોમાં ઉઘાડ નીકળતો નથી અને મજુર વર્ગો પણ મજૂરી વગર ચિંતિત દેખાઈ રહ્યા છે. અલ્લાહ રહેમ કરે એજ દુઆ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*