આગઝરતી ગરમીથી ટંકારીઆ શેકાયું
છેલ્લા બે દિવસથી ગરમી નો પારો આસમાને પહોંચી જવા પામ્યો છે. અને આજે તો ગરમીએ મઝા મૂકી દીધી હતી. લગભગ ૪૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આજે પહોંચી ગયું હતું અને વળી પાછું ઇલેક્ટ્રિક બોર્ડ તરફથી સવારે ૯ વાગ્યાથી સાંજે ૪.૩૦ સુધી ઇલેક્ટ્રિક પ્રવાહ પણ બંધ કરી દેવાતા આજે ટંકારીઆ તથા સમગ્ર પંથક ગરમીથી તૌબા પોકારી ઉઠ્યો હતો. આ દરમિયાન જેમને ત્યાં ઇન્વર્ટરો હોય તેઓતો ગરમીથી રાહત મેળવી રહ્યા હતા પરંતુ જેમની પાસે આ વ્યવસ્થા ના હોય તેમના હાલ બુરા થઇ જવા પામ્યા હતા. જોકે બપોરે મંદમંદ પવન ફૂકાતો હતો પણ તે પણ ગરમ લૂ ફેંકતો હોય તેવો અહેસાસ થઇ રહ્યો હતો અને જેમતેમ કરીને હાથપંખા તથા અન્ય હાથવગી વસ્તુઓનો ઉપયોગ કરી ઠંડક મેળવતા નજરે પડ્યા હતા.
Leave a Reply