ટંકારીઆ માં જશ્ને શબીના સંપન્ન

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે પવિત્ર માસ રમઝાન ની ૨૮ અને ૨૯ રાત્રે શબીના તરાવીહ નું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત ચાલુ રમઝાનમાસમાં પણ શબીના તરાવીહનું આયોજન જુમ્મા મસ્જિદમાં કરવામાં આવ્યું હતું. સદર શબીના તરાવીહ માં આ બે રાત્રી દરમ્યાન આખા કુરાન શરીફનું પઠન કરવામાં આવે છે.  જે તરાવીહ માં ગામ તથા પરગામના લોકોએ મોટી સંખ્યા માં  હિસ્સો લઇ ફૈઝયાબ થયા હતા. અલગ અલગ હાફિઝે કુરાન દ્વારા આ તરાવીહ ની નમાજ પઢાવવામાં આવી હતી. અને અંતે કુરાન શરીફ ખત્મ થતા જુમ્મા મસ્જિદના ખતીબ વ ઇમામ મૌલાના અબ્દુલરઝાક અશરફી ખલિફા એ શૈખુલ ઇસ્લામ  દ્વારા  સમગ્ર વિશ્વ માં શાંતિ અને ભાઈચારા ની દુઆ ગુજારવામાં આવી હતી. આ શબીના તરાવીહ બાદ તમામ નમાઝી ઓ માટે શહેરીની વ્યવસ્થા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*