સીસી ટીવી. કેમેરાની બાજ નજર હેઠળ એસ. એસ. સી. બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ
સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી એસ. એસ. સી. બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ આજથી થઇ ગયો છે. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા લેવાઈ રહેલી પરીક્ષામાં ટંકારીઆ કેન્દ્ર માં કુલ ૫૯૧ વિદ્યાર્થીઓ માંથી ૫૮૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. સીસી ટીવી. કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે શાળાએ સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. આજે પ્રથમ પેપર હોય પરીક્ષાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના સંચાલકો દ્વારા તમામ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ થી સ્વાગત કરી શુભ કામનાઓ આપી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરીક્ષાઓમાં ખાસ તકેદારી ના ભાગરૂપે પરીક્ષા સ્થળોપર રાજ્ય સરકારની સૂચનાથી જિલ્લાના વર્ગ ૧ તથા વર્ગ ૨ ના અધિકારીઓ પરીક્ષાના ૩ કલાકના પુરા સમય માટે ઓબ્ઝર્વર તરીકે મુકવાની વ્યવસ્થા પણ અમલી બનાવી છે.
Leave a Reply