મોહદ્દીસ એ આઝમ મિશન સ્કૂલમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ સૈયદ હસન અશકરીમીયા અશરફીયુલ જિલ્લાની સાહેબની પધરામણી થઇ હતી. એમને આજે જામા મસ્જિદમાં જુમ્મા ની નમાજ પઢાવી હતી જેમાં ગામ તથા પરગામના અકીદતમંદો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. તથા મોહદ્દીસ એ આઝમ મિશન સ્કૂલ ના મદની હોલમાં શાળાના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ટંકારીઆ ગામની તમામ મસ્જિદોના ઇમામો તથા મુઅજ્જિનોને પણ ઇનામ થી નવાજવામાં આવ્યા હતા. તેમને તેમના ટૂંકા સંબોધનમાં શાળાના વિદ્યાર્થીઓને ખંત થી અભ્યાસ કરવા સાથે સાથે નમાજોનાં પાબંદ બનવાની શીખ આપી હતી અને તેમને વિદ્યાર્થીઓને પોતાના માં બાપ નો એહતેરામ કરવા પર ભાર મૂકી શિખામણો આપી હતી. ત્યાર બાદ હઝરતે ટંકારીઆ ગામ અને ગામવાસીઓ માટે દુઆઓ કરી હતી. આ પ્રસંગે તેમની સાથે શોકતઅલી બાપુ કરજણવાળા તથા હજ઼રતના મુરીદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*