ટંકારીઆ માં વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઈ
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ આજરોજ મહાનુભાવો વચ્ચે ખુલ્લી મુકાઈ હતી.
ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ આયોજિત ખરીના સ્પોર્ટ્સ ક્લબ ના મેદાન પર આજે નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. સીઝન ની પ્રથમ મેચ કંથારીયા અને માંકણ ની ટિમો વચ્ચે રમાઈ હતી. આ ઉદ્ઘાટન સમારંભ માં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશિયન ના પદાધિકારી ઇસ્માઇલ મતાદાર તથા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, સરપંચ આરીફ પટેલ, તથા ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, માજી ડેપ્યુટી સરપંચ અલ્તાફ ગાંડા, યાસીન શંભુ, ઝાકીર ઉમતા તથા સ્પોર્ટ્સ ક્લબ ના સદસ્યો આરીફ બાપુજી, બશેરી દિલાવર, બશેરી ઇશાક વિગેરે તથા અય્યુબ દાદાભાઈ ઉર્ફે દુશ્મન, ગામ ના નવયુવાનો, ક્રિકેટ રસિકો, ક્રિકેટરો તથા પરગામ થી પધારેલા ક્રિકેટ રસિકો હાજર રહ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટ માં ભાગ લેનાર ટિમો ને ખેલદિલી સાથે રમવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. સમગ્ર સમારંભ નું સંચાલન ટંકારીઆ ગામના સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.
Leave a Reply