ટંકારીઆ માં વહેલી સવારે વીજ ચેકીંગ

હજુ તો લોકો મીઠી નીંદણ માંથી બેદાર થયા ના હતા અને આજરોજ વહેલી સવારે વીજ કંપની ની ટીમોએ ટંકારીઆ ની ચોતરફ ઘેરો કરી વીજ ચેકીંગ આદરી હતી. ૧૫ ગાડીઓની કુમક બનાવી ગામની ચોતરફ વીજ ચેકરો પોલીસ ટીમ સાથે ફેલાઈ ગયા હતા અને વીજ મીટરોની ચેકીંગ આદરી હતી. જેમાં લગભગ ૫ થી ૬ મીટરો ફોલ્ટી અથવા બીજા અન્ય કારણે પકડતા ગામજનો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. અને લગભગ એક કલાક ચેકીંગ કરી તમામ ગાડીઓ સીતપણ ગામ તરફ રવાના થઇ ગઈ હતી. ગામ લોકો એ શાંતિ પૂર્વક સાથસહકાર વીજ ચેકીંગ ના અધિકારીઓને આપ્યો હતો. કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ના હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*