ટંકારીઆ પંથક માં યવમે આશુરા ના પર્વ ની ઉજવણી કરાઈ

આજથી ૧૪૦૦ વર્ષ પહેલા કરબલાની તપતી જમીન પર મોહરર્મની ૧૦ મી તારીખે સત્ય કાજે અસત્ય સામે ભૂખ્યા અને તરસ્યા રહી સત્ય કાજે ઇસ્લામ ધર્મ ના સ્થાપક હઝરત મુહમ્મદ પયગંબર સલ્લલાહો અલય્હે વસલ્લમ ના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન રહ. તથા તેમના સાથીઓ એ અસત્ય સામે શીશ ના ઝુકાવી પોતાના અમૂલ્ય પ્રાણોની આહુતિ આપી હતી. તેમની યાદ માં આજ રોજ ટંકારીઆ તથા પંથક માં મુસ્લિમ સમુદાય દ્વારા પરંપરાગત રીતે યવમે આશુરા ની ઉજવણી કરવામાં આવી હતી.
ટંકારીઆ કસ્બામાં વિવિધ મસ્જિદોમાં મહોર્રમ માસના પ્રથમ ચાંદથીજ ઈશાની નમાજ બાદ કરબલાના શહીદોની શાનમાં બયાનના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દશ દિવસોમાં મૌલાના અબ્દુર્રઝાક અશરફી સાહેબે તથા મુફ્તી નૂર સઇદ સાહેબે કરબલાના શહીદોની શહીદી ગાથા પર પ્રકાશ પાડતા બયાનો કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યા માં અકીદતમંદોએ ભાગ લઇ કરબલાના શહીદોની શહીદી ગાથા સાંભળી ફૈઝયાબ થયા હતા. અને આજે ૧૦ મહોર્રમ એટલેકે યવમે આશુરાના દિવસે જામામસ્જિદ અને મસ્જીદે મુસ્તુફાઈય્યાહ માં વહેલી સવારથી આશુરા ની વિશિષ્ટ નફિલ નમાજો નું આયોજન કરવામાં આવ્યું હતું અને ખતીબે સમગ્ર માનવજાત ની ભલાઈ અને વિશ્વમાં અમાનો શાંતિની દુઆઓ ગુજરી હતી. તથા ઠેર ઠેર શરબત ની શબીલો પણ યોજવામાં આવી હતી. આમ ટંકારીઆ તથા પંથકમાં મહોર્રમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*