ટંકારીઆ ખાતે ઔરતોનો અઝીમુશાન ઈજતેમાં યોજાયો
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે આજરોજ મોટા પાદર મદ્રસ્સા હોલ માં મિસ્બાહી વેલ્ફેર મિશન ભરૂચ ના સહયોગથી મહિલાઓ માટે સમાજ ના સુધારણા માટે નો એક ઈજતેમાં નું આયોજન કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર જિલ્લાની મહિલાઓમાં સમાજ ના સુધારણા માટેના ઈજતેમાહનું આયોજન મિસ્બાહી વેલ્ફેર મિશન ભરૂચ ના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં આલીમાં તસ્લીમા બેન (થામ), આલીમાં અઝીમાબેન (માંગરોળ), આલીમાં ફાતિમાબેન (માંગરોળ), આલીમાં ગુલ અફશાબેન (નબીપુર), આલીમાં રોઝમીનાબેન (કહાન), આલીમાં નાઝરાના બેન (કહાન), આલીમાં શબનમબેન (ઇખર), આલીમાં મુનીરાબેન (ટંકારીઆ) વક્તા તરીકે હાજર રહ્યા હતા. આ ઈસ્લાહી પ્રોગ્રામ માં બે હાજર થી પણ વધુ બહેનો એ ભાગ લીધો હતો. વક્તા ઓ એ માનવતાવાદી અભિગમ અપનાવવાની હાજર રહેલ બહેનો ને વિશ્ત્રુત માં સમજણ આપી હતી.
આ કાર્યક્રમ ને કામયાબ બનાવવા મિસ્બાહી વેલ્ફેર મિશન ના કાર્યકર્તાઓ એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

TANKARIA WEATHER
Leave a Reply