ભરૂચના પરીએજ ગામની સીમ માંથી મહાકાય અજગર ઝડપાયો

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પરીએજ ગામની સીમમાં પરીએજ અને બાવરુસ્તમ ની વચ્ચેથી pasar થતી ભૂખી ખાડી પાસેથી આશરે ૮ ફૂટ લાંબા  અજગર ને એક વટેમાર્ગુએ નિહાળતા ગામજનો ના ટોળા મહાકાય અજગરને નિહાળવા સીમમાં ઉમટી પડ્યા હતા. ગામજનોએ જંગલખાતાને જાણ કરી હતી અને તેમને ગામજનોના સહકારથી પકડી પડ્યો હતો. જંગલખાતાએ અજગરને સલામત  સ્થળે છોડી દેવાની તજવીજ હાથ ધરી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*