ટંકારીઆ તથા સીતપોણ માં વીજ ચેકીંગ યોજાઈ

ભરૂચ તાલુકાના ટંકારીઆ તથા સીતપોણ ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ યોજાઈ  હતી. આ બંને ગામમાં ચેકીંગ નું કામ એકદમ શાંતિ પૂર્વક પાર પડતા વીજ અધિકારીઓ એ હાશકારો અનુભવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારથી જ વીજ કંપની ના અધિકારી પોતાના સ્ટાફ અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ બંને ગામો પર ત્રાટક્યા હતા. અને સઘન બંદોબસ્ત વચ્ચે ઘેર ઘેર ફરી મીટર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં મળતી માહિતી અનુસાર લગભગ ૪ થી ૫ મીટરો ને ડિટેઇન કર્યા હતા. ગામ લોકો એ સાથ સહકાર આપી વીજ ચેકીંગ ને પરિપૂર્ણ કરી હતી જે બદલ વીજ કંપની ના અધિકારી ઓ એ ગામલોકોનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*