ખાનકાહએ અશરફીયા નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો

મોહદ્દીસે આઝમ મિશન ટંકારીઆ દ્વારા નવનિર્મિત ખાનકાહએ અશરફીયા નું ઉદ્ઘાટન આજરોજ શૈખુલ ઇસ્લામ વલ મુસ્લિમીન સૈયદ મુહમ્મદ મદનીમીયા અશરફીયુલ જીલાની ના સજ્જાદનશીન ફાઝીલે ઉલૂમે બગદાદ હઝરત સૈયદ હશન અસ્કરી મિયાં અશરફીયુલ જીલાની સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે સાથે મોહદ્દીસ એ આઝમ મિશન ટંકારીઆ બ્રાન્ચ ને ૨૫ વર્ષ પુરા થતા જશ્ને સિલ્વર જ્યુબિલી પણ મનાવવામાં આવ્યો હતો.
હઝરત ની આમદ ની ખબર ગામ માં પહોંચતા જ લોકો માં આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી અને હઝરત નું અકીદતમંદો ના હુઝુમ સાથે ઝુલુસ કાઢી ગામમાં ફર્યા બાદ ખાનકાહએ અશરફીયા ના મકાન પર રોકાઈ હઝરત અસ્કરીમીયા ના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ જમા મસ્જિદ માં હઝરતના ટૂંકા બયાન બાદ પ્રોગ્રામ ને પૂરો કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગામ પરગામ થી મોટી સંખ્યામાં અકીદતમંદો એ હાજરી આપી ફૈઝ યાબ થયા હતા. 

અને ત્યારબાદ ટંકારીઆ ગામના નવયુવાન મૌલાના માલજી અહેમદ વલી ના નિકાહ પણ હઝરત અસ્કરીબાવા એ પઢાવ્ય હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*