ખુબ સરસ અને શીખવા જેવું:

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં ૧૦૦૦ રૂપિયાની નોટ રાખીને ભાષણ આપવાનું શરુ કર્યું.

આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરુ કરતાજ તેમને હાથમાં પકડેલી 1000 ની નોટ બતાવતા પૂછ્યું, “કોને જોઈએ છે આ ૧૦૦૦ રૂપિયાની નોટ ?”

ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એમને કહ્યું, “ભલે, જેટલાએ હાથ ઉપર કાર્ય છે તે બધાને હું આ ૧૦૦૦ ની નોટ આપીશ પણ એ પેહલા મારે કઈક કેહવું છે.”

એમ કહી એ ૧૦૦૦ રૂપિયાની નોટનો તેમને ડૂચો વાળી દીધો.

ખંડમાં સન્નાટો છવાઈ ગયો. ચુન્થેલી એ નોટને તેમને ખોલીને ફરી પૂછ્યું, “હજુ પણ આ ૧૦૦૦ની નોટ કોને જોઈએ છે?”

ફરી હાથ ઉપર થવા લાગ્યા. “ભલે”કહી એમણે એ ૧૦૦૦ રૂપિયાની નોટ જમીન પર ફેકી દીધી અને તેના પર પગ મુકીને તે ચગદાયેલી નોટને ફરી હાથમાં લઇ ઉંચી કરી પૂછ્યું.

“હજુયે આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?” છતાંયે બધાના ધીમે ધીમે હાથ ઉપર થવા લાગ્યા.

પછી એમણે કહ્યું, “મારા પ્રિય મિત્રો, આજે આપણે ખુબ મહત્વની વાત શીખ્યા છીએ. નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમારે તે જોઈએ છે,

કારણકે તમને ખબર છે કે આનાથી એની કિંમત ઘટશે નહિ.અત્યારે પણ તેની કિંમત ૧૦૦૦ રુપીયા જ છે.

આવીજ રીતે જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણયો કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઇ સંકોચાઈ જઈએ છીએ.

આ નોટની જેમજ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામાં થઇ ગયા છીએ

પણ એવું નથી. કઈ પણ થાય છતાં આપણી કિંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ આ વાત ક્યારેય ન ભૂલતા.”

બોધ: નાણાનું જે રીતે એક ચોક્કસ મુલ્ય છે એવુંજ માનવજીવનનું પણ છે. સંજોગોને લીધે તે પછડાય, કચડાય
– ગમે તે થાય છતાં એક માણસ તરીકેનું તેનું મુલ્ય ઘટી જતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*