1 7 8 9 10 11 426

જ્યાં જ્યાં વસે ટંકારવી, ત્યાં ત્યાં હંમેશા મુસ્તુફાબાદ………….

ગતરોજ લેસ્ટર મુકામે ટંકારીઆના નવયુવાનો દ્વારા ઈદ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ટંકારવી ભાઈ-બહેનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભાઈ…….. ટંકારીઆ ગામની માટીની વાત જ નિરાલી છે, જેની ગળથુંથીમાં એકતા, ભાઈચારો અને આગતા-સ્વાગતા કણ કણ માં સમાયેલી છે.
અમને ટંકારવી હોવાનો ગર્વ છે…………..

Yesterday, an Eid Milan program was organized in Leicester by the youth of Tankaria. A large number of Tankarvi brothers and sisters attended and made the program a success. Brother… the very essence of Tankaria village is unique, where unity, brotherhood, and hospitality are embedded in every grain of its soil.
We are proud to be Tankarvi………..

આજરોજ તારીખ ૨૮ મે ૨૦૨૬ ને ગુરુવારના રોજ સમગ્ર ભારતમાં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરાઈ હતી. ટંકારીઆ અને પંથકમાં પણ ઈદ-ઉલ-અઝહાની ઉજવણી ભારે ઉત્સાહ સાથે કરવામાં આવી હતી.
સવારે ૭ વાગ્યે મુસ્લિમ બિરાદરો ઈદની નમાજ માટે વિવિધ મસ્જિદોમાં ભેગા થયા હતા અને ઈદની નમાજ બાદ તમામ બિરાદરો ગળે મળી ઈદની મુબારકબાદી આપતા નજરે પડ્યા હતા. મસ્જિદના ઇમામોએ સમગ્ર માનવજાતની ભલાઇઓની દુઆઓ ગુજારી હતી. આમ એકદમ સોહાર્દપૂર્ણ વાતાવરણમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

Today, on Thursday, 28 May 2026, Eid-ul-Azha was celebrated across India. Eid-ul-Azha was also celebrated with great enthusiasm in Tankaria and the surrounding region.Today, on Thursday, 28 May 2026, Eid-ul-Azha was celebrated across India. Eid-ul-Azha was also celebrated with great enthusiasm in Tankaria and the surrounding region.

At 7 a.m., Muslim brothers gathered in various mosques for the Eid prayers, and after the prayers, all the brothers were seen embracing each other and exchanging Eid greetings. The imams of the masjids offered prayers for the well-being of all humanity. Thus, Eid was celebrated in a very cordial atmosphere.

આજે રવિવારના રોજ ટંકારીઆ મુસ્તુફાબાદ ક્રિકેટ ગ્રાઉન્ડ [ખરી] પર ગ્રામ્ય કક્ષાની ટી-૨૦ મેચનો ફાઇનલ મુકાબલો ટંકારીઆ શકીલ સાપા ઇલેવન અને પગુથણ ઇલેવન વચ્ચે યોજાઈ હતી, જેમાં ટંકારીઆ ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો. જેમાં ટંકારીઆની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૫૪ રન ફટકાર્યા હતા જેના જવાબમાં પગુથણની ટીમ ૭૧ રન બનાવી ઓલઆઉટ થઇ ગઈ હતી.
ટંકારીઆ ટીમના ઉસ્માન બાબરીયા ઉર્ફે આમ્ટે એ ૪૭ રનનો મુખ્ય ફાળો આપ્યો હતો અને યાસીન બંગલીએ ૪ વિકેટ ઝડપી હતી.
અંતમાં ટ્રોફી વિતરણ સમારંભમાં ગામ પરગામથી મોટી સંખ્યામાં મહેમાનોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અબ્દુલ્લાહ કામઠીએ કર્યું હતું.

YAKUBBHAI PAYA [KAJAL] passed away……….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyad after ASR prayer. May ALLAH [SWT] place in to Jannatul Firdaush. 

SAMIM D/O YAKUBMASTER KABIR passed away at Venda [South Africa]…………. Inna Lillahe Wainna Ilayhe Rajeu. May ALLAH [SWT] GRANT JANNATUL FIRDAUSH. AMEEN……….

Funeral Detail : Funeral will take place at 7am [South Africa Time] AT Venda Muslim Kabrastaan. 

સમગ્ર ભારતમાં માહે ઝીલ-હજ નો ચાંદ ગત રોજ નજર નહિ આવ્યો હોવાથી તા. ૧૯/૫/૨૬ ના રોજથી ઝીલ-હજ નો પ્રથમ ચાંદ ગણાશે. એટલે કે, ઈદ-ઉલ અડ્ડહા યાને કે બકરી ઈદ ની ઉજવણી તારીખ ૨૮/૦૫/૨૬ ને ગુરુવારના રોજ કરવામાં આવશે. તમામને માહે ઝીલ-હજ મુબારક………..

1 7 8 9 10 11 426