Wedding in Madina Munavvara
Wedding function of “DR. AKIB ABDULSAMAD LARYA” [SOUTH AFRICA] held at Madina Munavvara, Congratulation to Larya Family.


TANKARIA WEATHER
Wedding function of “DR. AKIB ABDULSAMAD LARYA” [SOUTH AFRICA] held at Madina Munavvara, Congratulation to Larya Family.


ટંકારીઆ હાઇસ્કુલ ટંકારીઆ ખાતે WELL WISHER’S SUMMIT નું આયોજન શાળાના હોલમાં તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૯;૩૦ કલાકે રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શાળાના ENGLISH CLUB દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો ઈલ્યાસ સાહેબ ભોજા, હફસાનાબેન ભૂતા, મેહજબીનબેન ખાંધિયા અને મોહસીન પટેલ સાહેબનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ‘ટંકારીઆ રત્ન’ જનાબ ‘અદમ’ ટંકારવી, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’, જનાબ ઐયુબભાઈ મિયાજી, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા,જનાબ ઇસ્માઇલભાઇ ખૂણાવાલા, જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા, જનાબ દિલાવરભાઈ દશાનવાલા [Founder Trustee MMMCT, VCT], જનાબ સુહેલ સાહેબ (CEO – MMMCT), જનાબ ઝાકીરભાઈ ઉમતા, જનાબ નાસીરભાઈ લોટીયા હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ગુલામ સાહેબ ઉપરાંત અદિબા પટેલ, ફાતીમા માલજી, હુમેદ પટેલ, ફૈઝ પટેલ, સઅદ અમેરીકન, મુસ્કાન ડાહ્યા અને મોહસીના દિવાન દ્વારા તબક્કાવાર રીતે કરવામાં આવ્યું જેથી શાળાના વિદ્યાર્થીઓમાં પણ કાર્યક્રમના સંચાલનનો ગુણ કેળવાય. કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી મુહંમદ ઈલ્યાસ ભોજા અને સઅદ જુનેદ અમેરીકન દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ જકીય્યાહ ભૂતા, મેહજબીન મેંક, શના અંસાર, અફીફા જંઘારીયા, માહેનૂર ઉમટા દ્વારા નાત શરીફ પઢવામાં આવી હતી. સ્વાગત ગીત ઈસરત પટેલ, સફીકા સેટા, મુઅઝ્ઝમા ખૂણાવાલા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્યશ્રી ગુલામ સાહેબ દ્વારા કરવામાં આવ્યું. શાળાની મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જનાબ અબ્દુલભાઈ ભુતાવાલા અને સ્ટાફના અન્ય સભ્યો દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા તજજ્ઞો જનાબ ‘અદમ’ ટંકારવી સાહેબ, જનાબ ઈમ્તિયાઝભાઈ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’, જનાબ ઈસ્માઈલભાઈ ખૂણાવાલા જનાબ દિલાવરભાઈ દશાનવાલા, જનાબ ઈકબાલભાઈ ધોરીવાલા દ્વારા સુંદર અને પ્રેરણાદાયી પ્રવચનોને અવારનવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા. આ શાળાની વિદ્યાર્થીની પ્રતિક્ષા પંચાલ કે જે Msc (Physics)ની પદવી મેળવ્યા પછી હાલમાં PhD નો અભ્યાસ કરી રહી છે તેનું તથા શાળાના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જેમણે જુદા જુદા ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે એવા વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને આ કાર્યકમમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા ત્યારે હાજરજનોએ સુંદર પ્રતિભાવ આપી તેમની સિધ્ધિઓને તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી. શાળાના આચાર્ય શ્રી ગુલામ સાહેબે અત્રેની વિજ્ઞાન શાખામાંથી ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરીને જેઓ ડોક્ટર, નર્સિંગ , BSc જેવી અન્ય શાખાઓમાં ડીગ્રી મેળવી કારકિર્દી બનાવી ચૂક્યા છે એવા સફળ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓની આંકડાકીય માહિતી આપી હતી.
શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક જનાબ મોહસીન પટેલ સાહેબ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ સુંદર અને સફળ કાર્યક્રમના અતિસુંદર પ્રવચનો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સુંદર કૃતિઓ સહિતના આખા કાર્યક્રમનો વીડિયો જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
WELL WISHER’S SUMMIT held at The Tankaria High School, Tankaria







આજ રોજ તા. ૧૭/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ, ટંકારીઆમાં બપોરે ૩:૦૦ કલાકે “Deliberation Program” રાખવામાં આવ્યો હતો જેમાં ટંકારીઆ ‘રત્ન’ ‘અદમ’ ટંકારવી (યુ.કે.) સાહેબે અતિથિ વિશેષ તરીકે પદ સંભાળ્યું હતું. પધારેલા મહેમાનોમાં મુખ્યત્વે ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી (યુ.કે.), હાજી ઐયુબ બંગલાવાળા (કેનેડા), ફારૂક ઉઘરાદાર (પ્રેસિડેન્ટ TWS યુ.કે.), ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી, ઈસ્માઈલ ખૂણાવાલા (યુ.કે.), ઇકબાલભાઈ ધોરીવાલા (યુ.કે.), ઐયુબભાઈ ભાલોડા (કેનેડા), સબ્બીરભાઈ ભીમ (યુ.એસ.એ.), ઈરફાનભાઈ ટેલર (યુ.કે.), સિરાજભાઈ કડુજી (યુ.એસ.એ.) મિશન સ્કુલની મુલાકાતે આવ્યા હતા. માજી સરપંચ ઝાકીરભાઈ ઉમટા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, નાસીરહુસેન લોટીયા, યુસુફ બાપા, તેમજ શાળાના ટ્રસ્ટીમંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તીલાવતે કુરાન શરીફ પછી પધારેલા મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જનાબ ‘અદમ’ ટંકારવી (યુ.કે.), જનાબ ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફે ટંકારવી, જનાબ ઈસ્માઈલ ખૂણાવાલા અને જનાબ ફારૂક ઉઘરાદારને મોહસીને આઝમ મિશન ટંકારીઆ તરફથી મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.
ત્યારબાદ ‘અદમ’ સાહેબે તેમના ટૂંકા પણ વિદ્યાર્થીઓને પ્રફુલ્લિત કરી દે તેવા પ્રવચનમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું. બાદમાં ઈમ્તિયાઝ પટેલ ટંકારવીએ પણ બાળકોને અભ્યાસ કરી મોટા મોટા માઈલસ્ટોન સર કરવાની હાકલ કરી હતી. ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીએ પોતાના પ્રવચનમાં અભ્યાસનું મહત્વ જણાવી સરસ મજાની અંગ્રેજી કવિતા સંભળાવી હતી. પધારેલા મહેમાનોમાં ઇકબાલ ધોરીવાલા અને ઇસ્માઇલ સાહેબ ખૂણાવાળાએ તથા નાસીરહુસેન લોટિયાએ ટૂંકા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.
ત્યારબાદ ગામ નબીપુરના ગત વર્ષોના પ્રખ્યાત લેખક મર્હુમ ઇસ્માઇલ હાફેઝીના સુપુત્ર શબ્બીર હાફેઝી દ્વારા લિખિત ‘નસીમનામા’ પુસ્તકનું વિમોચન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહેમાનોએ શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ જીણવટ ભરી તપાસ કરી અને શાળાની ભૌતિક સગવડો માટે વાત કરી હતી. શાળાના પ્રમુખ શ્રી ઇશાક પટેલે શાળાની પ્રવુત્તિઓનો ચિતાર મહેમાનોને આપ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનો શાળાની પ્રગતિથી ખુબ જ સંતોષ વ્યક્ત કર્યો. અને શાળાને પ્રગતિને પંથે લઇ જવા માટે ટ્રસ્ટે નિર્ધાર કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા મેહતાબખાન પઠાણે કર્યું હતું.
આ સુંદર અને સફળ કાર્યક્રમના અતિસુંદર પ્રવચનો સહિતના આખા કાર્યક્રમનો વીડિયો જોવા માટે અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
M.A.M. School Tankaria: Deliberation Program
ઈમ્તિયાઝ પટેલે યુવાપેઢીને અનુપમ સંદેશ આપ્યો, સાંભળો શું કહ્યું (આ લિંક પર ક્લિક કરો)







Today a last year final cricket match held at Bariwala Sports Club ground between Vorasamni and Jambusar. In that Jambusar won the final match of the tournament.
This program was successfully managed by former Sarpanch Zakir Umta.
Tournament Organizer : Arif Bapuji.

Marriage function of “MOHAMMED” S/O SULEMAN BHAD held at Darul Ulum Community Hall Tankaria today.


Wedding function of “HAJMINA” D/O FIROZ AHMED BHUTA [KANAIYA] held at Darul Ulum Community Hall Tankaria today.
Jacob Waters

One of Derby’s earliest Muslim spiritual leaders, who helped to establish the city’s first mosque, has died.
Qari Ismaeel Khandia helped to create the mosque, in a terraced house on Dairyhouse Road, in the 1960s.
He was the first Imam there, and later became one of the main teachers and leaders at the larger Derby Jamia Mosque in Rose Hill Street, dedicating his life to the community and to Islam.
Nazir Hussain, chairman of Derby Jamia Mosque, said he was “a pivotal person and a pivotal leader in the community”.

Mr Hussain added: “Being an Imam, the people must trust you. He gained so much trust because of his personal characteristics and his Islamic knowledge.
“The mosque on Dairyhouse Road was initially the only one in the city so he was very active in the community, leading and helping with all the prayers.
“He also supported us opening the second mosque at Rose Hill, helping with purchasing the land and providing his guidance and Islamic teaching.”
His funeral, or Janazah, was held on Monday evening at the Derby Jamia Mosque.
Mr Hussain said: “He was our first Imam and he was a very nice humble person.
“People would go to him for both religious and personal guidance. He was a pivotal person and a pivotal leader in the community.
“He was a very sincere person and he was here during a time where there were elements of disunity and he brought the community together.
“Because of his humble nature and the respect in the community people would look up to him and listen to what he has to say.”
In a post on Facebook, the Derby Jamia Mosque said his support and leadership were integral in the setting up their four masjids – Derby Jamia Mosque, Dairyhouse Road Mosque, Village Street Mosque and Porter Road Mosque.
Follow BBC Derby on Facebook, on X, or on Instagram. Send your story ideas to eastmidsnews@bbc.co.uk or via WhatsApp on 0808 100 2210.
સામાજિક ક્ષેત્રે કાર્યરત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ બ્રાન્ચ દ્વારા વિદેશથી માદરે વતન પધારેલા એન.આર.આઈ. ભાઈઓનો સ્નેહમિલન સમારંભ મદની શિફાખાનાના સંકુલમાં યોજવામાં આવ્યો હતો. આપવાના હેતુથી સામાજિક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ મહાનુભાવોના વિશિષ્ટ બહુમાનને કારણે સમગ્ર સમારોહ ભાવનાત્મક વાતાવરણમાં ફેરવાયો હતો. જાહેરજીવનમાં પડેલા લોકો અને મહાનુભાવો માટે આ સમારંભ દિશાસુચક બન્યો હતો. તદુપરાંત ચીલાચાલુ સ્નેહમિલનને બદલે આ સમારોહ સમાજને કંઈક નવિન સંદેશો આપનાર પણ બન્યો હતો.
કાર્યક્રમનો આરંભ તિલાવતે કુરઆને પાકથી કારી સિરાજ બંગલી સા. દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલામસાહેબ ઇપલીએ દ્વારા જનાબ અદમ ટંકારવી સાહેબનું તથા નાસીરહુસેન લોટીયા દ્વારા જનાબ ઈમ્તિયાઝ વરેડિયાવાલા ઉર્ફ ‘ટંકારવી’નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં હાલમાં ટંકારીઆની દિકરી ફાતિમાએ વિપરીત પરિસ્થિતિ હોવા છતાં MSc માં ગોલ્ડ મેડલ મેળવ્યો એમના પિતા ઇશાકભાઇનું પણ ખાસ આમંત્રણ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટના સેક્રેટરી અઝીઝ ભા એ સંસ્થાની પ્રવૃત્તિઓનો સવિસ્તાર ચિતાર રજૂ કર્યો હતો. તેમણે મદની શિફાખાના દ્વારા એકદમ રાહત દરે ચલાવવામાં આવતા દવાખાના, એમ્બ્યુલન્સ સેવા, એક્ષ-રે, ઈ.સી.જી., લેબોરેટરી ટેસ્ટ અંગે સવિસ્તાર માહિતી આપી હતી. શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટની અન્ય પ્રવૃત્તિઓમાં સમગ્ર વર્ષ દરમ્યાન ઠંડા પાણીના કુલરો, શિયાળામાં જરૂરિયાતમંદોને ગરમ ધાબળાનું વિતરણ, વૃક્ષારોપણ, પક્ષીઓ માટે દાણા-પાણીની વ્યવસ્થા, કુદરતી આફતો વખતે જરૂરી મદદ, રમઝાન માસ દરમિયાન અનાજની કીટોનું વિતરણ, હાજીઓ માટે દવાની કીટ્સ, નામાંકિત સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોના સહયોગથી મફત નિદાન અને દવા કેમ્પ, જરૂરત હોય ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા બાળકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા, જર્જરિત હાલતમાં હોય એવા કુરઆન શરીફ અને અન્ય દિની કિતાબો ગામમાં ઘરે ઘરે જઈ ઉઘરાવી ખૂબ સારી રીતે દફન કરવા જેવી બીજી અનેક નવીન અને લોકોપયોગી પ્રવૃત્તિઓ અંગે સવિસ્તાર માહિતી પ્રદાન કરી હતી જેને હાજરજનોએ તાળીઓથી વધાવી લીધી હતી .
ઉપસ્થિત મહેમાનો પૈકી યુ. કે. થી પધારેલા ઈમ્તિયાઝ પટેલ વરેડીયાવાલા ઉર્ફ ટંકારવીએ પોતાની આગવી શૈલીમાં ખૂબ જ જોશીલા અને સુંદર પ્રવચનમાં જનાબ મુનવ્વર રાણા, તથા ‘અદમ’ ટંકારવી સાહેબના શેર ટાંકી સંસ્થાની ભારોભાર પ્રશંસા કરતાં કહ્યું હતું કે મેં જોયું કે આ કાર્યક્રમ ટંકારીઆની એક નાની ગલીમાં થઈ રહ્યો છે એવી જ કોઈ નાની કોઈ ગલીમાં આપણે જોયેલા સપના સાકાર થતા જોઈ આજે આનંદની લાગણી થાય છે. આજના નવયુવાનો દ્વારા ચાર પેઢીઓનો સમન્વય કરી જે કામો કરવામાં આવી રહ્યા છે તેના સારા પરિણામ મળવાની શક્યતા વધુ દેખાય છે. તેમણે ભાવવિભોર થઇ ‘ટંકારવી’ તરીકેની તેમની ઓળખ હોવાનું ગર્વ છે એમ જણાવી ટ્રસ્ટના કાર્યકરો, સહાયકો, શુભેચ્છકોને દિલી દુઆઓથી નવાજ્યા હતા. ત્યારબાદ યુ.કે.થી પધારેલા ઇકબાલભાઇ ધોરીવાલાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી એવી ખબર હતી કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા દવાખાનું ચલાવવામાં આવે છે જેમાં એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે પરંતુ જ્યારે ભાઈ અઝીઝે આખો અહેવાલ આપ્યો ત્યારે દિલને ઘણી ખુશી થઈ અને એવું લાગ્યું કે ઘણી બધી વાતોની અમને ખબર ન હતી. વધુમાં ઇકબાલભાઇ ધોરીવાલાએ ગ્રાઉન્ડ લેવલે કામ કરવા માટે સંસ્થાને મુબારકબાદી આપી બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જયારે પણ ‘આધુનિક મેટરનિટીહોમ’ના બાંધકામ માટે ફંડ એકત્રિત કરવાની જરૂર પડશે ત્યારે યુ.કે., ઝામ્બિયા, અથવા બીજા કોઈ દેશમાં ટ્રસ્ટીઓ સાથે રહી અમે પૂરો સપોર્ટ આપીશું.
અંતમાં યુ.કે.થી પધારેલા મુખ્ય મહેમાન ‘ટંકારીઆ રત્ન’ જનાબ ‘અદમ’ ટંકારવી સાહેબે ‘મરીઝ’નો સુંદર શેર ટાંકી પોતાના વક્તવ્યની શરૂઆત કરી હતી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગુલાબ આપી અમારું સન્માન કર્યું એટલે ગુલાબ તો અમારા હાથમાં છે પરંતુ શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટના જે કાર્યકરો છે એના જે ફાઉન્ડર છે એની સાથે જે સંકળાયેલા છે એના માટે જે ભોગ આપે છે સેવા કરે છે એમના તો દિલોમાં ગુલાબ છે. ઇમામ ગઝાલીએ ઈલ્મની જે વ્યાખ્યા આપી છે એનો ભાવાર્થ એ છે કે દિનનો અમલ કરવા માટે જે જરૂરી ઇલ્મ છે એ દરેક મુસ્લિમ સ્ત્રી પુરુષ માટે ફર્જ છે. સમાજને ટકાવી રાખવા માટે, તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે, એની સુખાકારી માટે, એના વિકાસ માટે, એની પ્રગતિ માટે જે જે જરૂરિયાત છે એવી સેવાઓ ઉભી કરવી એ ફરજે કિફાયા છે એટલે એ આખા સમાજની ફરજ છે અને જો એ ન થાય તો આખો સમાજ ગુનેગાર બને છે. આમ તેમણે ખિદમતે ખલ્કની જરૂરિયાત અને મહત્તા પોતાના આગવા અંદાજમાં સમજાવી સંસ્થાને શુભેચ્છા પાઠવી ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ચાલુ રહે અને એમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એવી દુઆ કરી હતી.
આમંત્રિત મહેમાનોમાં અદમ ટંકારવી, ઈમ્તિયાઝ વરેડિયાવાલા, ઇકબાલ ધોરીવાલા, અય્યુબ મીયાંજી, હબીબ ભુતા, અલ્તાફ કડુજી, ઇરફાન ટેલર, આસીફ કાપડિયા, ઇકબાલ માલતાગાર, મુનાફ ઘોડીવાલા, ફરીદ નગિયા, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, મજીદ જંગારિયા, ઇમરાનભાઈ, શેરપુરાવાળા હસનભાઈ, ટંકારીઆ ગામના માજી સરપંચ ઝાકીર ઉમતા, યુસુફ બાપા, મુબારક ભાણીયા, ગુલામ માસ્ટર ઇપલી, રફીક ગોરધન, આસીફ બેંકવાલા, ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા તથા તમામ ટ્રસ્ટીઓ અને અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠીએ પોતાના આગવા અંદાજમાં કર્યું હતું.
આજના આ કાર્યક્રમમાં ફક્ત જેની ખાસ જરૂરિયાત છે એટલા પૂરતું જ ઓ.પી.ડી. સાથેનું એક અત્યાધુનિક ‘મેટરનીટી હોમ’ (પ્રસુતિ ગૃહ) જેમાં ફક્ત સ્ત્રી ડોકટરોની જ સેવા લેવામાં આવે તો સમાજસેવાનું એક બહુ મોટું કામ થઈ શકે એમ હોય એ માટે ચક્રો ગતિમાન કરવા ખાસ વિચારણા થઈ હતી.














Madani Shifakhana (Madani Hospital) આ લિંક પર Click કરો
ગુડ વર્ક બાય શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ
અલ્લાહની મદદથી આવી સેવાઓ આ સંસ્થા થકી થાય છે. આવી સેવાઓ આપણા ગામ માટે ગર્વની વાત છે. સંસ્થાની આવી સેવાઓમાં વધારો થાય એવી દિલી દુઆ છે.સંસ્થાના કાર્યકરો જે દરીયાદિલીથી કામ કરે છે તેમને સલામ છે. અલ્લાહ ખૂબ કામયાબી આપે. આમીન.
Nikah ceremony of “ASHFAK” S/O MUSTAK HAJIYAKUB KHOJBARIYA held at Masjid e Mustufaiyyah – Tankaria today.

HAJIYANI MASABIBI YAKUB KHODA [MOTHER OF KHODA MUNAF / MOTHER IN LAW OF MUSTUFA KHODA] passed away at Preston [UK], Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Jannatul Firdaush. Ameen.
Discussion
Masallah mabrook