Author: Mustak Daula
ભરૂચ-પાલેજ મુખ્ય માર્ગ પર મરામ્મતનું કાર્ય ચાલુ કરાયું
સરકાર દ્વારા મીઠા પાણીની મોટી લાઈન નાંખવા માટે મોટા પાયે અડોલના રસ્તાથી લઈને ભરૂચ-પાલેજના મુખ્ય માર્ગને તોડી ખોદકામ કરવામાં આવ્યું હતું. હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય આ ખોદકામ કરેલી જગ્યા પર કાદવ, કીચડ અને પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓને ભારે તકલીફોનો સામનો કરવો પડતો હોય, ગ્રામ પંચાયત ટંકારીઆ દ્વારા આ માર્ગનું મરામ્મતનું કાર્ય પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે.

સતત ગોરંભાયેલા વાતાવરણને લઈને ઠેર ઠેર માંદગીના ખાટલા
સતત કાળા ડિબાંગ વાદળો અને સૂર્યની સંતાકૂકડીને લઈને વાતાવરણ એકદમ નીરસ થઇ જવા પામ્યું છે. વળી પાછો ભયંકર ઉકળાટ લોકોને વ્યાકુળ કરી દે છે. વાદળો તો છવાયેલા રહે જ છે પરંતુ વરસાદ છૂટક છૂટક પડવાને કારણે બેવડી ઋતુનો અનુભવ પણ થાય છે. જેને લીધે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળે છે. દવાખાનાઓ માંદગીના કારણે ઉભરાઈ રહ્યા છે. લોકોને ખાંસી, તાવ, કફ અને ગળામાં દુખાવાની ફરિયાદો થઇ રહી છે. આ વાતાવરણમાં ખાસ કરીને વૃદ્ધો અને બાળકો ના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે.
પાણીને ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો કે જેથી પાણીજન્ય રોગોથી બચી શકાય. બાળકોના તથા વયોવૃદ્ધ લોકોના સ્વાસ્થ્યની સંપૂર્ણ તકેદારી રાખવી.

Death news from South Africa
SAFA [9 Yrs. old] D/O MUBARAK GULAMMASTER DELAWALA [BAPU] passed away at South Africa. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Sitting arrangement in India at Delawala street – Tankaria.
Wedding in Tankaria
A wedding function of DR. SHANA D/O ALTAF ISMAIL LARYA held at Darul Ulum Community Hall Tankaria today. Many Many congratulations to Larya Family.


મુસ્લિમ હિતરક્ષણ અધિવેશનમાં મુસ્તુફા ખોડાની નિમણુંક થઇ
ઓલ ઇન્ડિયા ઉલેમા બોર્ડનું રાષ્ટ્રીય મુસ્લિમ હિતરક્ષણ અધિવેશન આગામી તારીખ ૧ – ૨ ઓગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે યોજાવાનું છે. આ અધિવેશનમાં મુસ્લિમોને લગતા પ્રશ્નો જેવા કે, સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય, સરકારી નોકરીઓ વિષે તથા ધંધા રોજગારને લગતા પ્રશ્નોની છણાવટ કરવામાં આવશે. જેમાં ગુજરાતના મુખ્ય મહેમાન તરીકે ટંકારીયાના મુસ્તુફાભાઈ ખોડાની નિમણુંક કરવામાં આવી છે.

Pride of Tankaria
Tabassum Dilaver Bachcha has completed Course M.Sc. Physician associates From university of greater Manchester – Course length 2 years.
Congratulations to Dilavarbhai Bachcha and Family.

Discussion
- Mubarak Adam Ghodiwala on Friday 18 July 2025
Khub khub mubarakbadi
And very proud moment for all Tankarvies....
Death news from London [UK]
MUHAMMADHANIF ISMAIL BAPU MASTER GHODIWALA [BROTHER OF SHAFIQ & SALIM GHODIWALA] passes away at London, U.K. Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. Ameen.
Welcome program of Mohmedhanif Ghodiwala urfe Lalabhai at Chicago
A get together to welcome Mohmed Hanif Ghodiwala urfe Lalabhai, who is currently visiting United States, was organized by the youngsters of our village in Chicago. Here are some pictures from an evening dinner.

Discussion
- Dramil Vyas on Sunday 13 July 2025
Very well organised for a nice person.
એમ.એ. એમ. હાઈસ્કૂલ ટંકારિયામાં ના’તશરીફ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો
આજ રોજ તારીખ ૧૨/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆના મદની હોલમાં હઝરત ઈમામ હસન હુસૈન રદીઅલ્લાહુ તઆલા અનહો અને શોહદાએ કરબલાની યાદમાં ના’તશરીફ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના ટ્રસ્ટી મંડળના સભ્યો શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ : ૧ થી ૯ જેમાં ૦૫ છોકરીઓ તેમજ ૦૮ છોકરાઓ મળીને કુલ ૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં નિર્ણાયક તરીકે સુલેમાનભાઈ રખડા અને મુસ્તાકભાઈ રખડા હાજર રહ્યા હતા. પ્રોગ્રામની શરૂઆત મૌલાના અબ્દુરરઝ્ઝાક અશરફી સાહબે તિલાવતે કુરાનથી કરી, હાજી ઇશાક મોહંમદ પટેલ સાહેબે બાળકોને પોતાના ધ્યેય સિધ્ધ કરવા માટે પ્રોત્શાહિત કર્યા હતા. તમામ સ્પર્ધકોએ ખુબ સારો દેખાવ કર્યો હતો. અંતે નિર્ણાયકો ધ્વારા નિર્ણય આપી વિજેતાઓ જાહેર કર્યા હતા.
અંતે મૌલાના અબ્દુરરઝ્ઝાક અશરફી સાહેબે ફાતેહા ખ્વાની કરી બુઝુર્ગાને દિનની બારગાહમાં પેશ કરી અને સલાતોઅસલામ અને દુઆ સાથે સ્પર્ધામાં વિજયી થયેલ સ્પર્ધકોને શાળાના પ્રમુખ હાજી ઇશાક મોહંમદ અશરફી સાહેબ તરફથી ઇનામો આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
ત્યારબાદ એમ.એ.એમ. પ્રાયમરી અંગ્રેજી માધ્યમ એન્ડ એમ.એ.એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કુલ, ટંકારીઆમાં લોકશાહી ઢબે બાળ સંસદ ચુંટણીનું બેલેટ પેપર ધ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ચુંટણી પંચની નિગરાણી હેઠળ ખુબજ શાંતિથી ચુંટણી સંપન્ન થઇ. મત ગણતરી પૂર્ણ થયા બાદ વિજેતાના નામ શાળાના આચાર્યશ્રી ધ્વારા ઘોષિત કરવામાં આવ્યા. આજ રોજ તારીખ : ૧૨/૦૭/૨૦૨૫ ને શનિવારના રોજ શાળાના મદની હોલમાં તમામ બાળકો શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળની હાજરીમાં વિજેતાઓને ખુબ-ખુબ અભિનંદન આપી શાળાના આચાર્યશ્રી ધ્વારા તમામ નેતાઓને શપથવિધિ કરવામાં આવી હતી.

TANKARIA WEATHER
Discussion
No comments yet.