Mubarak Dhilya with Indian Cricket team players at Hyderabad.

TANKARIA WEATHER
Alhamdulillah. Our Sarpanch, Iqbalbhai Kabir, is recovering. We request you all to continue to offer prayers for his speedy recovery.

ટંકારિયા તથા સમગ્ર પંથકમાં મેઘ વર્ષા એકદમ રહેમથી થઇ રહી છે. લગભગ રાત્રી ના 4 વાગ્યાથી વરસાદ વરસવાનું ચાલુ થયું છે અને સાંજના હમણાં 5 વાગ્યા સુધી પણ સતત ચાલુજ છે. અને બંધ થવાનું નામ જ નથી લેતો. વાતાવરણ પણ એકદમ ઠંડુ થઇ ગયું છે. ખેડૂત મિત્રો નું કહેવું છે કે આ વરસાદ ખેતીલાયક ગણાય. સતત વરસતા વરસાદ ને પગલે ગામની ની ચોતરફ પાણી નો પણ ભરાવો થયો છે. જે આ વખતે પ્રથમ વાર જ પાણી ભરાયાના બનાવ બન્યા છે.
આ વરસાદ ને પગલે ચાય ની ચૂસકી લેવાનું કોઈ ચુકતા નથી જેથી ચાય ની દુકાન વારાઓને પણ તડકો પડ્યો છે.
