1 … 31 32 33 34 35 … 429

આપણા ગામના હનીફ મુસા નાથલીયા કે જેઓને ગઈ કાલે અસરની નમાજ બાદ હાર્ટએટેક આવતા તેઓને વડોદરા ખાતે ભાઇલાલ અમીન હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેઓની તબિયત સ્થિર છે. તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આપ સૌને તેઓની તંદુરસ્તી સાથે શિફાની દુઆઓ કરવા અપીલ કરવામાં આવે છે. યા પાક પરવરદિગાર……. હનીફ મુસાની તકલીફોને દૂર કરી દે, હે માનવીઓના પાલનહાર! તેને તંદુરસ્તી આપ, તું જ તંદુરસ્તી આપનાર છે, તંદુરસ્તી તે જ છે, જે તારા તરફથી હોય, એવી તંદુરસ્તી આપ કે જેના પછી સહેજ પણ બીમારી બાકી ન રહે. (તંદુરસ્તી આપનાર) તે સર્વશ્રેષ્ઠ અલ્લાહ તઆલા છે. 

અઝ્હિબિલ્ બઅસ, રબ્બન્નાસ, વશ્ફિ અન્તશ શાફી, લા શિફાઅ ઇલ્લા શિફાઉક, શિફાઅન્ લા યુગાદિરુ સકમન્..

Discussion

No comments yet.

HAJI IBRAHIMBHAI BALA [BROTHER OF ABDULMAJID BALA] passed away at Oshawa – Canada, Inna Lillahe Wainna Ilayhe Rajeun. May ALLAH [SWT] place highest place in Jannatul firdaush. Ameen. Our thoughts remain with the marhum’s family, friends, and all those affected.

Sitting arrangement in Tankaria at Shaukat Dahya [Maysuben Bhuta] house beside Alif Park, Makka Masjid,  Parkhet Road. 

Discussion

No comments yet.

ટંકારીઆ વતની અને ભરૂચ સ્થાયી થયેલા સામાજિક અગ્રણી અબ્દુલ્લાહ કામઠીની ગતરોજ WBVF ની મિટિંગ બાદ તેમની ઓફિસે શુભેચ્છા મુલાકાત લેવાનો પ્રસંગ સાંપડ્યો હતો. જેમાં સઇદ સાહેબ બાપુજી, ઝાકીરહુસેન ઉમતા, નાસીરહુસેન લોટીયા, ઉસ્માન સુતરીયા, રફીક ડાહ્યા, આરીફ બાપુજી, મુસ્તાક લાગીયા અને મુસ્તાક દૌલાએ પ્રાસંગિક ચર્ચા વિચારણા કરી હતી.

Discussion

No comments yet.

આજે દારુલ ઉલુમ કોમ્યુનિટી હોલમાં સમગ્ર ગ્રામજનો માટે સામુહિક ન્યાઝનું આયોજન દારુલ ઉલુમ અશરફીયા મુસ્તુફાઈય્યાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ન્યાઝના પ્રોગ્રામમાં ૧૦૮ નવયુવાન ટીમે ભારે મહેનત કરી તમામ લોકોને જમાડી એકતાનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

Discussion

No comments yet.

પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાલેજથી ચાવજ સુધી મીઠા પાણીની લાઈન લઇ જવામાં આવી છે. જેને પગલે આપણા ગામમાંથી પસાર થતી આ લાઈનના મોટા મોટા પાઇપો નાંખવા માટે ખોદકામ કરી મુખ્ય રસ્તાને નુકશાન થયું હતું. સદર કામ પૂરું થતા ગામના સરપંચ – ડેપ્યુટી સરપંચે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક આ નુકશાન પામેલા રસ્તાનું નવીનીકરણ કરાવી રસ્તો એકદમ સરસ અને સુઘડ બની જવા પામ્યો છે.

Discussion

No comments yet.

1 … 31 32 33 34 35 … 429