ઉત્તર ભારત ની હિમવર્ષા ને પગલે તથા ઉત્તર-પૂર્વીય ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોને પગલે સમગ્ર રાજ્યમાં ગાત્રો થીજવી નાખતી ઠંડી એ લોકો ને ધ્રુજતા કરી નાખ્યા છે. તાપમાન નો પારો ૧૦ થી પણ નીચે ગગડી જતા અનેક જગ્યા એ કાતિલ ઠંડી નો સામનો લોકો કરી રહ્યા છે.
મોડે મોડે પધારેલી શિયાળા ની ઋતુ એ તેનો અસલ મિજાજ બતાવતા સમગ્ર ટંકારીઆ તથા પંથક ઠંડી માં ઠુંઠવાઇ ગયું છે. આ તીવ્ર ઠંડી ને પગલે લોકો ગરમ વસ્ત્રો તથા તાપણાં નો સહારો લઇ ઠંડી થી બચવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ ઠંડી થી રવિ પાકોને ફાયદો થશે જેથી ખેડૂત મિત્રો ના મોઢા પર ખુશી રેલાઈ ગઈ છે. જો કે આકાશ નીચે ખુલ્લામાં પોતાનો માળો બનાવનાર મજુર વર્ગ આ ઠંડી ના કારણે ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
રાત્રીના સમયે ટંકારીઆ નું ધમધમતું પાદર માં ચહલ પહલ પણ ઓછી થઇ ગઈ જણાય છે. લોકો ઠંડી થી બચવા વહેલી રાત્રી થી જ ઘર માં રહેવાનું પસંદ કરે છે.

ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ (ખરી ગ્રાઉન્ડ) ની ફરતે લોખંડ ના દરવાઝા તથા તાર નું કમ્પાઉન્ડ બનાવવા માટે વરુ ફેમિલી તરફથી જે ડોનેશન મળ્યું હતું તે તકતી નું  અનાવરણ આપણા ગામના દાનવીર આદમભાઇ લાલી ના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં વિદેશ થી પધારેલા અયુબભાઇ મીયાંજી, ઈકબાલ ધોરીવાળા, તથા અબ્દુલ્લાહ ટેલર, વાઇસ સરપંચ અલ્તાફ ગાંડા તથા ગામજનો હાજર રહ્યા હતા. આદમભાઇ લાલી એ આ ગ્રાઉન્ડ માટે બને એટલી તમામ આર્થિક મદદ કરવાનું આહવાન કરેલ છે. તેમને સ્પોર્ટ્સ પર ભાર મુક્યો હતો. આવતી પેઢી ને સ્પોર્ટ્સ માં વધુ ને વધુ વ્યસ્ત રાખવાની પણ અપીલ કરી છે કે જેથી આવનારી પેઢી તંદુરસ્ત રહે અને ખોટા રસ્તે ભટકે નહિ. તેમને ગ્રાઉન્ડ માં બે ચેંજિંગ રૂમ બનાવવાની પણ અપીલ કરી હતી તથા સ્ટેડિયમ બનાવવાની પણ અપીલ કરી છે. આ ગ્રાઉન્ડ મલ્ટી પર્પઝ જેવું કે ફૂટબૉલ, વોલીબોલ તથા વિવિધ રમતો માટે નું ગ્રાઉન્ડ બની રહે તેવી ઝંખના સેવી હતી. કાર્યક્રમ નું સંચાલન વન એન્ડ ઓન્લી અબ્દુલ્લાહ કામથી એ કર્યું હતું.