Author: Mustak Daula
Death news from Tankaria
Mustak Mura passed away……….. Inna lillahe wainna ilayhe rajeun. Namaj E janaja will held at Hashamshah [RA] graveyard at 10am today. May ALLAH [SWT] grant him the best place in jannatul firdaush.
Ameen.
Wedding in Tankaria.
A marriage function of Samirabanu D/O Inayathusain Gulam Umta held at Darul Ulum Hall Tankaria.


Marriages in Tankaria
Ataussamad Musabhai Pavadia
Hussain Jet


Cricket festival in Tankaria
ટંકારીઆ ફાઇનલ મેચ માં વાગરા નો ભવ્ય વિજય
સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ આજરોજ જંબુસર અને વાગરા વચ્ચે યોજાઈ હતી. આ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆત માં તિલાવતે કુરઆને પાક થી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાષ્ટ્રગીત ના ગાન સાથે મેચનો પ્રારંભ ટૉસ ઉછાળી કરવામાં આવ્યો હતો. ટૉસ ગુજરાત ટુડે ના તંત્રી અઝીઝ ટંકારવી ના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વાગરા ની ટીમે નિર્ધારિત ૩૦ ઓવર ૩૨૧ જેટલો જંગી રન ખડક્યા હતા. જેમાં મકબુલ પટેલ ના ૧૬૬, ફારૂક ફૂલે ના ૩૦ અને જલાલ પટેલ ના ૪૮ રન મુખ્ય હતા. જેના જવાબ માં જંબુસરની ટિમ ૨૧૨ રન માં ઓલ આઉટ થઇ જતા વાગરા ની ટિમ નો ભવ્ય વિજય નીવડ્યો હતો.
ઇનામ વિતરણ સમારંભ માં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના સંસદ લોકલાડીલા અહમદભાઈ પટેલ તથા ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન અહમદભાઈ પટેલે ટંકારીઆ ના આ ગ્રાઉન્ડ ના વિકાસ માટે રૂપિયા દશ લાખ તેમી ગ્રાન્ટ માંથી ફાળવતા ગામના લોકો ખુશખુશાલ થઇ ગયા હતા. તથા ભરૂચ જિલ્લાના બાંધકામ સમિતિના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાજે પણ આ ગ્રાઉન્ડ ના વિકાસ માટે રૂપિયા છ લાખની ગ્રાન્ટ ની ફાળવણી કરી હતી. આ પ્રસંગે અહમદભાઈ પટેલે તેમના ટૂંકા વક્તવ્ય માં ક્રિકેટ ની રમત ઉપરાંત જીવનમાં પણ ખેલદિલી રાખવા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે ગામ તથા પરગામ થી વિશાળ સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ એ હાજરી આપી આ મેચ ને નિહાળી હતી. તદુપરાંત આમંત્રિત મહેમાનો માં ઇશ્તિયાકભાઈ પઠાણ, ભરૂચ જિલ્લા પંચાયત ના અધ્યક્ષ અનિલભાઈ ભગત, યુનુસ અમદાવાદી, ગુજરાત ટુડે ના તંત્રી અને ટંકારીઆ પુત્ર અઝીઝ ટંકારવી, જયેશ પટેલ, સુલેમાનભાઈ જોળવાવાળા, મહેન્દ્રસિંહ રાજ, માજી રણજી ક્રિકેટર સલીમ વૈરાગી, માજી જિલ્લા સદસ્ય મકબુલ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, આદમભાઇ આબાદ નગરવાળા, તથા વિદેશ થી પધારેલા યાકુબ બાજીભાઈ ભૂટા, ઇલ્યાસભાઈ શરીફ બુટવાળા, ઐયુબભાઈ મીયાંજી નાઓ હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટ ની તમામ ટ્રોફી સીરા ગેલેરી ના માલિક ઝાકીર રુસ્તમ ગોદર તરફથી આપવામાં આવી હતી. તથા વિશેષ માં આમંત્રિત મહેમાનો તથા બંને ટિમ ના સભ્યોના જમવાનો ખર્ચ આપણા લોકલાડીલા ઇકબાલભાઇ ધોરીવાલાએ કર્યો હતો જે બદલ સ્પોર્ટ્સ ક્લબ એમનો આભાર વ્યક્ત કરે છે.
સમગ્ર ફાઇનલ મેચ નું સંચાલન ટંકારીઆ પુત્ર અબ્દુલ્લાહ યુસુફ કામથી એ કર્યું હતું.
Watch Irfan Pathan Interview Here…
























Wedding in Tankaria
A marriage function of Farhinbanu D/O Altaf Devram held at Tankaria Darul Ulum Hall today.

Invitation
રવિવારે ટંકારીઆ માં ફાઇનલ યોજાશે
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ટંકારીઆ સંચાલિત વિન્ટર નોક આઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ નું આયોજન રવિવારે ૨૫/૨/૧૮ ના રોજ ટંકારીઆ ગામના ખરી ના મેદાન પર કરવામાં આવ્યું છે. આ ફાઇનલ મેચ ના ઇનામ વિતરણ સમારંભમાં ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને સાંસદ અહમદભાઈ પટેલ તથા નામાંકિત ક્રિકેટર ઈરફાન પઠાણ તથા જિલ્લા કલેક્ટર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. તો આ ફાઇનલ મેચ નિહાળવા તમામ ક્રિકેટ પ્રેમીઓને સ્પોર્ટ્સ ક્લબ ટંકારીઆ ભાવભીનું આમંત્રણ આપે છે.
Death news from Tankaria
Zohraben Vali Boda [Sister of Hafez Irfan Boda] passed away…… inna lillahe wainna ilayhe rajeun. Her namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 9.30 am. May ALLAH [SWT] place her in to Jannatul Firdaush. Ameen.
સેમી ફાઇનલ માં ટંકારીઆ કે.જી.એન. નો પરાજય
ટંકારીઆ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ ની સેમી ફાઇનલ આજે ખરી ના ગ્રાઉન્ડ પર ટંકારીઆ કે.જી.એન. અને જંબુસર વચ્ચે રમાઈ હતી. જેમાં પ્રથમ દાવમાં ટંકારીઆ કે.જી.એન ના ૧૯૯ રન નિર્ધારિત ૩૦ ઓવર માં થયા હતા. જેના જવાબમાં જંબુસર ની ટીમે ૯ વિકેટે ૨૦૦ રન છેલ્લી ઓવર ના છેલ્લા બોલે ફટકારતા જંબુસરની ટિમ નો વિજય થયો હતો.
આમ જંબુસર ની ટીમ ફાઇનલ માં પ્રવેશી ચુકી છે. અત્રે કે ખુશ ખબર આપતા આનંદ થાય છે કે આવતા રવિવારે તારીખ ૨૫/૨/૨૦૧૮ ના રોજ ફાઇનલ મેચ રમાશે જેમાં મુખ્ય અતિથિ તરીકે અહમદભાઈ પટેલ, ઈરફાન પઠાણ તથા જિલ્લા કલેક્ટર ઉપસ્થિત રહેશે.



TANKARIA WEATHER

