1 … 22 23 24 25 26 … 429

આજ રોજ આપણાં રાષ્ટ્રીય પર્વ એવા ૭૭ મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ટંકારીઆ કુમાર શાળાના પટાંગણમાં કુમાર શાળા અને બ્રાન્ચ કન્યા શાળાના સંયુક્ત પ્રયાસોથી ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો. આપણાં ગામના પનોતા પુત્ર અને હંમેશા ગામના દરેક ક્ષેત્રના વિકાસ માટે મદદરૂપ થવા માટે તત્પર રહેતા ઉત્તમ કક્ષાના દાનવીર એવા શ્રી આદમસાહેબ લાલીના પ્રમુખપણા હેઠળ અને ભણેલી દીકરી ડૉ.રોઝમીના અભલીની વિશેષ હાજરીમાં આ પ્રસંગ ઉજવવામાં આવ્યો.

ધ્વજવંદન બાદ હાજર મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી શાળા પરિવાર દ્વાર સન્માન કરવામાં આવ્યું.તાલુકા પંચાયત સભ્ય અને હંમેશા લોકોપયોગી કામો માટે તૈયાર રહેતા શ્રી અબ્દુલમામા ટેલર અને જોશીલા અને બાહોશ ઉપસરપંચ શ્રી સફવાન ભૂતાએ પોતાના વ્યક્તવ્યમાં બાળકોને ઉપલબ્ધ સુવિધાઓનો સુયોગ્ય ઉપયોગ કરી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરી પોતાનું,પોતાના કુટુંબનું અને ગામનું નામ રોશન કરવા હાકલ કરી.શ્રી આદમ અંકલ લાલીએ પોતાના ટૂંકા પ્રવચનમાં બાળકોને ખૂબ સારું શિક્ષણ મેળવી દેશ માટે ઉત્તમ નાગરિક બનવાની અને માણસાઈવાળા માનવ બનવાની સલાહ આપી.

શાળાના આચાર્ય સાહેબ શ્રી શબ્બીર સાહેબ પટેલે ઉપસ્થિત તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.શાળાના શિક્ષક શ્રી રફીક અભલીએ પોતાની આગવી શૈલીથી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.અંતે ગામ પંચાયત દ્વારા આપવામાં આવેલ લાડુની વહેંચણી કર્યા બાદ સૌ છુટા પડ્યા.

Discussion

No comments yet.

Haji Adambhai Lali Saheb was honoured by Madam Manisha Manani – Provincial Officer and Sub Divisional Magistrate of Bharuch (પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભરૂચ) – in the presence of Madam Madhviben Mistry, the Mamlatdar of Bharuch, at Tavra near Bharuch on India’s Republic Day Function. This is an honour for the whole Tankaria community. Alhamdulillah.

“Best Dy. Sarpanch” was awarded to Safwan Bhuta by Madam Manisha Manani, the Provincial Officer and Sub Divisional Magistrate of Bharuch (પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભરૂચ), in the presence of Madam Madhviben Mistry, the Mamlatdar of Bharuch. This recognition was given for the commendable contributions of Tankaria village during the Taluka-level programme held at Tawara today.

ભારતના પ્રજાસત્તાક દિન નિમિત્તે ભરૂચ નજીક તવરા ખાતે ભરૂચના મામલતદાર મેડમ માધવીબેન મિસ્ત્રીની હાજરીમાં દાનવીર હાજી આદમભાઈ લાલી સાહેબનું ભરૂચના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મેડમ મનીષા મનાણી દ્વારા એમના લોકોપયોગી સેવાના કામોની કદરરૂપે સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર ટંકારીઆ ગામ માટે આ ગૌરવની વાત છે. અલહમદુલિલ્લાહ.

ભરૂચના મામલતદાર મેડમ માધવીબેન મિસ્ત્રીની હાજરીમાં ભરૂચના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ  મેડમ મનીષા મનાણી દ્વારા સફવાનભાઇ ભુટાને “શ્રેષ્ઠ નાયબ સરપંચ” પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આજે તવરા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કાર્યક્રમ દરમિયાન ટંકારીયા ગામના વિકાસમાં તેમના પ્રશંસનીય યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું.

Discussion

No comments yet.

ગત રોજ રાત્રે ઈશાની નમાજ બાદ મોહમ્મદઆદિલ હાફેઝ મોહમદહનીફ ચાંડયાના શાદીના શુભ અવસરે મોટા પાદરમાં મુબીન અશરફીનો નાત નો પ્રોગ્રામ યોજાયો હતો.

Discussion

No comments yet.

https://youtube.com/@brightsports07?si=0W4V6dz_sZA0Y5pB
ચેરીટી ક્રિકેટ મેચ
બારીવાલા સ્પોર્ટ્સ કલબ ટંકારીઆ
તા. ૨૫/૦૧/૨૦૨૬ સવારે ૧૧:૦૦ કલાકથી લાઇવ પ્રસારણ માટે ઉપરની લિંક પર ક્લિક કરશો.
ટંકારીયા સ્થિત MAM ઇંગ્લિશ મીડિયમ હાઇ સ્કૂલને ટેકો આપવા માટે એક ચેરિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

એકત્ર થયેલ તમામ ભંડોળ ૧૧મા અને ૧૨મા ધોરણના અંગ્રેજી-માધ્યમના આર્ટસ અને કોમર્સના વર્ગો શરૂ કરવામાં મદદ કરવા માટે શાળાને દાનમાં આપવામાં આવશે.

આનાથી આપણા વિદ્યાર્થીઓનું જીવન બદલાઈ જશે, ખાસ કરીને એવી છોકરીઓનું જેમને (અંગ્રેજીમાં) શિક્ષણ મેળવવા માટે દરરોજ ભરૂચ કે અન્ય સ્થળોએ જવું પડે છે.

તમારો સહયોગ ગુણવત્તાયુક્ત શિક્ષણને ઘરની નજીક લાવવામાં અને આપણા બાળકોના ભવિષ્યને સશક્ત બનાવવામાં મદદ કરશે.

Charity Cricket Match
Bariwala Sports Club Tankaria
Click on the link above for live broadcast on 25/01/2026 from 11:00 AM.

A charity cricket match is being organised to support MAM English Medium High School, Tankaria.

All funds raised will be donated to the M.A.M. English medium Highschool to help launch 11th- and 12th grade English-medium arts and commerce classes.

This will change the life of our students, especially for girls who have to go to Bharuch or other places every day to get an education (in English).

Your support will help bring quality education closer to home and empower our students’ futures.

Discussion

No comments yet.

૧૦૦થી વધુ વાલીઓએ મેળવ્યું સાયબર સુરક્ષાનું માર્ગદર્શન; એક્સપર્ટ સુહેલભાઈ રાજે સુરક્ષાના ગુરુમંત્રો આપ્યા

​ટંકારીયા:તારીખ 22/01/2026 ને ગુરુવારે ગ્રામપંચાયત ટંકારીયા પીએમ શ્રી કન્યાશાળા ટંકારીયા અને SRF ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મદ્રેસા હોલ ખાતે એક ભવ્ય ‘વાલી સંમેલન અને સાયબર ક્રાઈમ જાગૃતિ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ડિજિટલ યુગમાં વધતી જતી ઓનલાઇન છેતરપિંડીથી ગ્રામજનોને સુરક્ષિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૦૦થી વધુ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
​કાર્યક્રમની શરૂઆત શાળાની બાળાઓ દ્વારા પ્રસ્તુત પ્રાર્થના ‘ઇતની શક્તિ હમે દેના દાતા…’ થી કરવામાં આવી હતી. શાળાના આબેદાબેન પટેલ દ્વારા તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. SRF ફાઉન્ડેશનના ઝાકિરભાઈ એ કાર્યક્રમની રૂપરેખા અને તેના મહત્વ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
​મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટના એક્સપર્ટ સુહેલભાઈ રાજ એ વાલીઓને ઓનલાઈન લોન એપ્લિકેશન, OTP ફ્રોડ, સોશિયલ મીડિયા હેકિંગ અને ક્યુઆર કોડ (QR Code) થી થતી છેતરપિંડી વિશે લાઈવ ઉદાહરણો આપી જાગૃત કર્યા હતા. તેમણે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, કોઈપણ નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં ગભરાયા વગર તુરંત ૧૯૩૦ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો જોઈએ.
​આ પ્રસંગે દિલ્હી હેડ ઓફિસથી ખાસ ઉપસ્થિત રહેલા નિશાબેન જુનેજા, તાલુકા પંચાયત સભ્ય અબ્દુલમામા ટેલર, ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યો, SMC સભ્યો અને આંગણવાડી વર્કરોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાહેદા એ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Discussion

No comments yet.

શાહિદ અબ્દુલસમદ ખંડુ ની શાદી દાવત આજે યોજાયી હતી. ત્યારબાદ જુમ્મા ની નમાજ બાદ જામે મસ્જિદમાં નિકાહ થયા હતા.

Shahid Abdulsamad Khandu’s wedding reception was held today. Then after the Jumma prayer, the Nikah function took place in Jame Masjid-Tankaria.

Discussion

No comments yet.

1 … 22 23 24 25 26 … 429