1 16 17 18 19 20 426

ગામ ટંકારીયાના મસ્તાનભાઈ ઢબુ કે જેઓ હાલમાં ઉમરાહ કરવા માટે મક્કા મુકર્રમાં ગયા છે. તેમણે ઉમરાહ પણ કરી લીધો હતો ત્યારબાદ તેઓ છેલ્લા ૪-૫ દિવસથી પોતાના મુકામ પર આવ્યા ના હોવાથી તેમના ઉમરાહના સાથીઓ, ઇમરાન ગાંડા તથા મતિંન મનમન તથા ઇશાક ઢબુ દ્વારા સતત શોધખોળ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી એમનો કોઈ પતો મળ્યો નથી. તો આ થકી અમો આપ સૌને અપીલ કરીએ છીએ કે, આપ મસ્તાનભાઈ માટે તેમની સહીસલામતી ની દુઆ ગુજારશો.

ISMAILBHAI ISA AAMA [SIMARTHAWALA] passed away………. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA.] graveyard at 10am today. May ALLAH [SWT] grant the best place in Jannatul firdaush. 

અસ્સલામુ અલયકુમ…. પોતાના દામનમાં બેસુમાર બરકતો અને અઝમતો લ‌ઈને આવતા મુબારક માહે રમઝાનના તમામ દિવસો અને રાતોમાં અલ્લાહ કરીમની ખુશનુદી હાંસલ કરવાની તૌફીક નશીબ થાય અને તંદુરસ્તી,ચૈન, શુકુન સાથે નમાઝ,રોઝા,તિલાવતે કુર‌આન,તૌબા-ઈસ્તીગફાર,દુરૂદ શરીફ,નવાફીલ,ઝીક્રો-અસકાર અને બીજા નેક આ’માલ કરવાની સ’આદતો નશીબ થાય અને એ તમામને બારગાહે ઇલાહીમાં મકબુલીયતનો દરજ્જો મળે એવી દુઆઓ સાથે….”રમઝાન મુબારક”

અલ્લાહ આપણને શારિરીક, માનસિક અને આધ્યાત્મિક બંને રીતે સારા સ્વાસ્થ્ય સાથે રમઝાન શરીફની ઈબાદતો કરાવે. તે આપણા હૃદયને શાંતિથી ભરી દેશે, આપણા ઈમાનને મજબૂત કરશે અને આપણે જે પણ મૌન દુઆ કરીએ છીએ તે સ્વીકારે. આમીન…

HAJI IBRAHIM GULAM MANMAN [Brother of Mustak Manman / Saeed Manman / Mo. Yakub Manman] Passed away in U. K. Inna Lillahe Wainna Ilayhe Rajeun….. May ALLAH [SWT] grant the best place in Jannatul Fuirdaush.

હાલમાં જ આપણા ગામના દાનવીર હાજી આદમભાઇ લાલી તરફથી ટંકારીઆ મોટા પાદરમાં સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સર્કલને રંગબેરંગી લાઈટોથી શુશોભિત કરવામાં આવ્યું છે અને સર્કલની વચ્ચે “WE LOVE TANKARIA” બોર્ડ પણ લગાવતા તેની રોનકમાં ચાર ચાંદ લાગી ગયા છે.

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સીટી [GTU] દ્વારા જાહેર કરાયેલા વિન્ટર ૨૦૨૫-૨૦૨૬ બી.ફાર્મ. સેમેસ્ટર-૩ ના પરિણામોમાં મૂળ ટંકારીઆની અને ભરૂચમાં રહેતી અને લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની નામે માલજી સાયમાં અબ્દુલે પોતાની તેજસ્વી બુદ્ધિ પ્રતિભાથી ૯.૬૪ SPI સાથે સમગ્ર યુનિવર્સીટીમાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ભરૂચ જિલ્લાનું નામ શૈક્ષણિક નકશા પર તેજસ્વી કરવા બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ના ટ્રસ્ટી મંડળ, પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફમાં ખુશી વ્યાપી જવા પામી છે. આ વિદ્યાર્થિનીની અસાધારણ સિદ્ધિને બિરદાવતા કોલેજ પરિવાર દ્વારા તેઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. અને તેઓ ભવિષ્યમાં ફાર્મસી ક્ષેત્રે માનવતાની સેવા કરી ઉત્તરોત્તર પ્રગતિ સાધે તેવા આશીર્વાદથી નવાજ્યા છે. આ થકી અમો સમગ્ર ટંકારીઆ ગામ વતી ટંકારીઆની દીકરીને અભિનંદન પાઠવીએ છીએ.

અમદાવાદથી આવેલી આર.એ.એફ. (રેપિડ એક્શન ફોર્સ)ની એક પ્લાટૂન ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામમાં પરિચય કવાયત માટે પધારી હતી.

ડી.વાય.એસ.પી. ઉજ્જવલકુમાર તિવારી અને બલબીર મીણાના નેતૃત્વમાં આવેલી આ ટીમનો મુખ્ય હેતુ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને સ્થાનિક પરિસ્થિતિની માહિતી મેળવવાનો, વરિષ્ઠ નાગરિકો-સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરીને ભૂતકાળના અનુભવો જાણવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં વધુ સારી રીતે કામ કરી શકાય તેવા સુધારા શોધવાનો હતો.

સૌ પ્રથમ રેપિડ એક્શન ફોર્સની ટીમ અને પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા સ્ટાફે ગામમાં માર્ચ પાસ કરીને લોકોનું અભિવાદન કર્યું. ત્યારબાદ દારુલ ઉલુમના હોલમાં યોજાયેલી સભામાં મહાનુભાવોએ પુષ્પગુચ્છ આપીને ટીમનું ભવ્ય સ્વાગત કર્યું.
આ પ્રસંગે ડી.વાય.એસ.પી. ઉજ્જવલકુમાર તિવારીએ ગ્રામજનોને સંદેશ આપતાં કહ્યું,
“કોઈ પણ પરિસ્થિતિમાં ઉશ્કેરાઈ ન જાઓ. શાંતિ જાળવીને સ્થાનિક પોલીસનો સાથ આપો અને તેમને સહકાર આપો – આ જ અમારી સૌથી મોટી તાકાત છે.”
પાલેજ પોલીસ સ્ટેશનના પી.આઈ. ચૌધરીએ સાયબર ફ્રોડ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપતાં જણાવ્યું, “તમારું વેતન કે વ્યવસાયનું બેન્ક ખાતું ઓનલાઈન પેમેન્ટ માટે ક્યારેય ન વાપરો. અલગ એક ખાતું ખોલીને તેમાં જરૂરી જેટલી રકમ જ રાખો – આ એક સરળ ઉપાય તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.”
આ કાર્યક્રમમાં રેપિડ એક્શન ફોર્સની બટાલિયન ઉપરાંત પાલેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, તાલુકા સદસ્ય અબ્દુલ્લાહ ટેલર, ડેપ્યુટી સરપંચ સફ્વાન ભુતા, ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવી તથા ગામના અનેક મહાનુભાવો, ગામની શાળાના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

HAJIYANI AAYESHABEN VALIBHAI VASTA [MOTHER OF FARUK – ABDULSAMAD – AFZAL VASTA] passed away………….. Inna Lillahe Wainna Ilayhe Rajeun. Namaj e janaja will held at Hashamshah [RA] graveyard at 11am today. May ALLAH [SWT] grant superior place in Jannatul firdaush. Ameen…….

1 16 17 18 19 20 426