સમગ્ર ભરૂચ જિલ્લા સહીત ગુજરાતમાં કમોસમી વરસાદ ને પગલે તાપમાનમાં ઓચિંતો ૧૦ ડિગ્રી સેલ્સિયસ નો ઘટાડો થતા ઠંડીનું પ્રમાણ વધી જવા પામ્યું છે. શિયાળામાં કમોસમી વરસાદના પગલે રવિ પાકો ને નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે. અને તુવેર, કપાસ, ઘઉં જેવા પાકોને નુકશાનનો ખતરો ઉભો થયો છે. હાલમાં લગ્નની મોસમ હોય લગ્ન રીસેપ્શનના રંગ માં ભંગ પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લગ્નના વરઘોડા જેવા આયોજનો રદ કરવા પડ્યા છે. ટંકારીઆ ગામમાં પણ ગતરોજથી સતત વરસાદના પગલે બજારો સુમસાન ભાસી રહ્યા છે. વળી પાછું હવામાન ખાતું જણાવે છે કે આગામી બે દિવસોમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા હોય લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ગઈ કાલે સાંજ પડતાની સાથે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું અને ગરમ વસ્ત્રો અને ગરમ રજાઈઓ પરિધાન કરી ઠંડીનો સામનો કરતા નજરે પડ્યા હતા. ખેતરોમાં સતત મહેનતકશ કાર્ય બાદ શિયાળાના માવઠાએ ખેડૂતોના માથા પર ચિંતાઓની લકીરો ખેંચી દીધી છે. આ લખાય છે ત્યારે પણ વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.

Discussion

No comments yet.

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ટંકારીઆ તથા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદ પડતાં જ ગ્રામજનો ભર શિયાળે ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને વરસાદી વાતાવરણ સતત જોવા મળ્યું હતું. વરસાદ વરસતા જ લોકોએ ગરમ વસ્ત્રોને બદલે અભરાઈએ મુકેલ રેનકોર્ટ અને છત્રી લઈ બહાર નીકળવું પડ્યું હતું. જોકે કમોસમી વરસાદને પગલે ખેડૂતોના કપાસ, તુવેર અને અન્ય ઉભો પાક તૈયાર થઈ ગયો છે જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે હજી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.

While heavy rains are forecast in South Gujarat, the rains started slowly in Tankaria and Surrounding villages. The villagers of Greater Tankaria are experiencing winter monsoons as soon as the non-seasonal rains fall and the rainy weather was observed continuously. As soon as it started raining, people had to go out with raincoats and umbrellas instead of warm clothes. However, due to unseasonable rains, farmers' cotton, Tuvar and other standing crops have been ready, which has worried farmers, while two more days of rains have been forecast.

Discussion

No comments yet.

Maulana Abdulrashid Fada [Patel] passes away at Birmingham [UK]… INNA LILLAHE WAINNA ILAYHE RAJEUN. May ALLAH [SWT] grant him the best place in Jannatul firdaush. Ameen.
The Janaza Salah and burial will take place on Tuesday 30th November 2021 at 10:30 am, Inshallah at: Sutton New Hall Cemetery, 310 Lindridge Road, Sutton Coldfield, B75 7HX.
Sitting arrangement in Tankaria at Late Ishaq Fada’s House.

Discussion

No comments yet.

ભરૂચ જીલ્લામાં પંચાયતની ચૂંટણીની જાહેર કરાતા જ રાજકીય ગરમાવાનું વાતાવરણ શરૂ થઈ ગયું હતું. ગતરોજ પંચાયતની ચૂંટણી અંગે જાહેરાત કરવામાં આવી હતી.
આ જાહેરાતમાં ચૂંટણી અંગેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે મુજબ ભરૂચ જીલ્લામાં ૪૮૩ ગ્રામપંચાયતો અને ૨૦ પંચાયતોમાં પેટાચૂંટણી યોજાશે. જેમાં આપણા ગામ ટંકારીઆની
સરપંચની ખાલી પડેલી સીટ ની પણ ચૂંટણી યોજાશે. આ કાર્યક્રમમાં તા. ૨૯/૧૧/૨૦૨૧ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરીને આપવાની છેલ્લી તા.૦૪/૧૨/૨૧ તેમજ ઉમેદવારી ફોર્મની ચકાસણી તા.૬/૧૨/૨૧ જયારે ઉમેદવારી પત્રક પરત ખેંચવાની તા. ૭/૧૨/૨૧ રાખવામાં આવેલ છે. તા.૧૯/૧૨/૨૧ ના રોજ મતદાન થશે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તા.૨૦/૧૨/૨૧ ના રોજ મતદાન કરવામાં આવશે. તા.૨૧/૧૨/૨૧ ના રોજ મત ગણતરી કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના આ ચૂંટણીના કાર્યક્રમ જાહેર થતાં જ ચૂંટણી અંગે ગરમાવો વધી ગયો છે.

Discussion

No comments yet.

વાગરા વિધાનસભા કોંગ્રેસના પ્રમુખ ની ચૂંટણીમાં જોલવાવાળા સુલેમાન પટેલની પેનલના અને આપણા ગામના નવયુવાન અફઝલ ઘોડીવાળા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવતા ખુશી વ્યાપી જવા પામી છે. આ થકી અમો અફઝલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ.

Discussion

No comments yet.

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાજનોને મળતો રહે અને પ્રજાની લાગણી માંગણી અને અપેક્ષા પૂર્ણ કરવા લોકહિતમાં સેવાલક્ષી કાર્યક્રમ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રાણા દ્વારા ગામના સેવાકીય અગ્રણીઓની માંગને આધારે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત વહીવટી પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા અને ગ્રામજનોને ઘરઆંગણેજ વિવિધ યોજના અને સેવાઓનો લાભ મળી રહે તેવા આશયથી ધારાસભ્યે પોતાની ટીમ ટંકારીઆ ગામે મોકલી હતી. લાભાર્થીઓએ સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો. અને આ કાર્યક્રમમમાં આધારકાર્ડ, આવકના દાખલાઓ, વૃદ્ધ પેંશન યોજના તથા નવા ચૂંટણી કાર્ડ વગેરેની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દ્વારા મોકલેલી ટીમના સભ્યો ઉપરાંત ગામ ના સરપંચ મુમતાઝબેન ઉસ્માન ભાઈ લાલન, ગામ પંચાયત ના સભ્ય શ્રી ઓ, તથા મુસ્તુફા ખોડા, રોશનબેન વૈરાગી, ઉસ્માન ભાઈ લાલન તેમજ ટંકારીઆ ગામના સેવાકીય આગેવાનો હાજર રહી ગામલોકોને માર્ગદર્શિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામના મોટીસંખ્યામાં નાગરિકોએ લાભ ઉઠાવ્યો હતો. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે આયુષ્યમાન કાર્ડ માટે ભરૂચ જિલ્લાના વિવિધ ગામોમાં સરપંચોની ચૂંટણી જાહેર થઇ ગઈ હોવાથી ઓનલાઇન લિંક બંધ રહેતા તે કાર્ડનું કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું જે આગામી દિવસોમાં પરિપૂર્ણ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.

Discussion

No comments yet.