ટંકારીઆ કુમાર શાળાની યશગાથામાં વધુ એક અધ્યાયનો ઉમેરો.
મિશન બુનિયાદ અંતર્ગત WBVF દ્વારા ધોરણ -૫ માં અભ્યાસ કરતા બાળકો માટે CET એક્ઝામની તૈયારીના ભાગ રૂપે પરીક્ષાનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું.CET ની પરીક્ષાનો હેતુ એ છે કે ગુજરાત સરકાર વિશેષ પ્રતિભા ધરાવનાર અને મેરિટમાં આવતા વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ સરસ રીતે આગળ વધારી શકે એ માટે શિષ્યવૃત્તિ આપે છે.
બને એટલા વધુ વિદ્યાર્થીઓ આ યોજનાનો બને એટલો વધુ ફાયદો ઉઠાવી શકે એ માટે WBVF “મિશન બુનિયાદ” અંતર્ગત સુંદર આયોજન કરે છે.WBVF દ્વારા લેવાયેલ પરીક્ષામાં કુલ 632 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અલ્હમદુલિલ્લાહ,ખૂબ જ આનંદ અને ગૌરવ સાથે જણાવવાનું કે પ્રાથમિક કુમાર શાળા,ટંકારીઆમાં ધોરણ – 5 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી નામે મુહંમદ એઝાઝ દેડકાએ ટોપ-10 માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ સિદ્ધિ હાંસલ કરી આ દીકરાએ પોતાનું,પોતાના મા-બાપનું,ટંકારીઆ કુમાર શાળાનું અને ટંકારીઆ ગામનું નામ રોશન કરેલ છે.આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ દીકરાનું WBVF દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.આ માટે સમગ્ર ગામ વતી દીકરા અને એના માવતરને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ આ દીકરાને ખૂબ ખૂબ તરક્કી આપે,ભણતર અને ગણતરમાં હંમેશ આમ જ આગળ રહે,આગળ વધી ભવિષ્યમાં સમગ્ર માનવજાત માટે આશીર્વાદરૂપ સાબિત થાય.WBVF જેવી સંસ્થાઓની આ પ્રકારની ખીદમતો કબૂલ થાય.આમીન…..

TANKARIA WEATHER
Leave a Reply