ટંકારીઆ કુમાર શાળાની કૃતિ તાલુકા કક્ષાએ વિજેતા

તારીખ – 19/11/2025 ને બુધવારના રોજ શુકલતીર્થ મુકામે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાય ગયું.જેમાં સમગ્ર ભરૂચ તાલુકામાંથી ક્લસ્ટર કક્ષાએ વિજેતા થયેલ કૃતિઓ સાથે વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ હાજર રહ્યા હતા.

ક્લસ્ટર કક્ષાએ વિભાગ-1 અને વિભાગ-2 માં ટંકારીઆ કુમાર શાળાની કૃતિઓ વિજેતા થયેલ હતી.આ બંને કૃતિઓ સાથે આપણા સૌની પ્યારી શાળાના વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ પણ હાજર રહ્યા હતા. અલ્હમદુલિલ્લાહ આપ તમામની દુઆઓ અને વિદ્યાર્થીઓની મહેનત અને જોરદાર રજૂઆતના કારણે વિભાગ -2 (કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો) માં ટંકારીઆ કુમાર શાળાની કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી વિજેતા થયેલ છે.આ ઉપરાંત વિભાગ – ૧ માં મુકવામાં આવેલ કૃતિ બીજા ક્રમાંકે વિજેતા થયેલ છે.જે ખૂબ જ આનંદ અને ગૌરવની બાબત છે.આ માટે વિજેતા કૃતિના બાળવૈજ્ઞાનિકો નામે અહમદ સઈદ ભોલા અને સહલ જુનેદ અમેરિકનને અને વિભાગ -૨ માં દ્વિતીય ક્રમાંક મેળવનાર બળવૈજ્ઞાનિકો નામે રીજવાન સરફરાઝ બળિયા અને મહંમદ એઝાઝ દેડકાને તથા માર્ગદર્શક શિક્ષકશ્રી શબ્બીરસાહેબ પટેલ તથા રફીક સાહેબ અભલીને સમગ્ર શાળા પરિવાર અને સમગ્ર ટંકારીઆ ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે.

અલ્લાહથી દુઆ છે કે ટંકારીઆ કુમાર શાળા દરેક ક્ષેત્રે આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ગામનું નામ રોશન કરે એવી દિલી દુઆ છે.

1 Comment on “ટંકારીઆ કુમાર શાળાની કૃતિ તાલુકા કક્ષાએ વિજેતા

  1. સલામ. વિજેતા વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. કયરા વ્યવસ્થાપન માટે એમણે સૂયવેલ ઉપાય પણ સાથે જણાવેલ હોય તો વધુ રસ પડે. જ્યારે જ્યારે પક્ષ સ્પર્ઘાઓમાં ઇનામ મળે કે વિજેતા બનાય ત્યારે ક્રુતિની માહિતી પણ આપો તો વધુ સારું. – મહેક ટંકારવી, બોલ્ટન, યુ.કે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*