એમ. એ. એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં વિવિધ રોગોના નિદાનના કેમ્પનું આયોજન કરાયું
આજ રોજ તા.8/10/2023 ને રવિવારનાં રોજ એમ. એ. એમ.પ્રાયમરી અંગ્રેજી માધ્યમ અને એમ. એ. એમ. અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ માં ગ્રામ પંચાયત ટંકારીઆનાં માજી સરપંચ ઝાકીર ભાઈ ઉમતા અને મોહસીને આઝમ મિશન ટંકારીઆ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી અને ટ્રોમાં સેન્ટર, એપેક્ષ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત ફ્રી હ્નદય રોગ તથા મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સવારે 10 કલાકે કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. કેમ્પમાં હ્નદય રોગ નિષ્ણાંત તરીકે ડૉ. કશ્યપ પટેલ, પેટ નાં નિષ્ણાંત તરીકે ડૉ. મેહુલ ગામીત, સ્ત્રી રોગ ના નિષ્ણાંત તરીકે ડૉ. શબિસ્તા પટેલ અને હાડકાના નિષ્ણાંત તરીકે ડૉ. નીલ શાહે ફરજ બજાવી હતી. આ કૅમ્પનો લાભ લેવા માટે આજુબાજુનાં ગામોનાં લોકો પણ આવ્યા હતા. દર્દીઓને દવાઓ રાહતદરે આપવામાં આવી હતી ઉપરાંત હ્નદયની સોનોગ્રાફી માત્ર 300 રૂપિયામાં કરવામાં આવી હતી. લગભગ 150 કરતા પણ વધુ દર્દીઓએ આ કૅમ્પનો લાભ લીધો હતો.કૅમ્પના અંતમાં શાળાનાં ટ્રસ્ટી ઇશાક સર અને ગામ પંચાયત ટંકારીઆનાં માજી સરપંચ ઝાકીર ભાઈ ઉમતા દ્વારા કૅમ્પનું મહત્વ સમજાવવામાં આવ્યું અને બધા ડોક્ટરો અને તેમનો સ્ટાફ કિંમતી સમયનો ભોગ આપીને જે કામગીરી કરી એ બદલ બધાનો આભાર વ્યક્ત કર્યો અને મૌલાના અબ્દુલ રાઝ્ઝાક અશરફી દ્વારા દુઆ કરવામાં આવી હતી.

TANKARIA WEATHER
Leave a Reply